Full list of Chinese apps banned in India: TikTok, Shareit સહિત 59 ચીની એપ્સ પર બૈન, જાણો આખુ લિસ્ટ
સોમવાર, 29 જૂન 2020 (22:07 IST)
ચીન સાથેના તનાવ વચ્ચે કેન્દ્ર સરકારે સલામતી અને ગોપનીયતાને નો હવાલો આપીને લોકપ્રિય ચાઇનીઝ એપ્લિકેશન ટિકટોક, શેરઆઈટી અને વીચેટ સહિત કુલ 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે
સરકાર તરફથી પ્રતિબંધની ઘોષણા કરતા કહેવામાં આવ્યું હતું કે ડેટા સુરક્ષા અને 130 કરોડથી વધુ ભારતીયોની ગોપનીયતા સુરક્ષાને લઈને ચિંતા વધી ગઈ છે. સાથે જ એ પણ ધ્યાન આપવામાં આવ્યુ છે કે આ પ્રકારની ચિંતાઓથી આપણા દેશની સંપ્રભુતા અને સુરક્ષા પણ જોખમમાં છે.
જુદી જુદી કેટેગરીના એપ્સ
કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધિત આ 59 એપ્સમાં એપ્સની વિવિધ કેટેગરીઓ શામેલ છે. આમાં વિડિઓ કોલ્સ, શોર્ટ વિડિઓ એપ્સ, બ્યૂટી એપ્સ, ઇ-કોમર્સ એપ, સમાચાર સંબંધિત એપ્સ, સિક્યોરિટી અને ક્લીનર્સ જેવા એપ્સનો સમાવેશ છે.