ઓડિયો ક્લીપમાં જેલતંત્ર સામે ગંભીર આક્ષેપોઃ કેદીને ફોન ઉપર વાત કરવા 5 હજાર મંગાય છે

સોમવાર, 29 જૂન 2020 (14:22 IST)
સાબરમતી જેલના કેદીએ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઓડિયો ક્લીપ વાઇરલ કરી છે, જેમાં જેલતંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યો છે કે જેલમાં કોરાના ચાર કેદીઓને ખોલીમાં લોક મારીને ૨૪ કલાક રાખવામાં આવે છે અને પરિવારજનો સાથે પાંચ મિનિટ વાત કરવા સપ્તાહના પાંચ હજાર માગવામાં આવે છે. આ કેસની વિગત એવી છે કે સાબરમતી જેલમાં સજા ભોગવી રહેલા અને કોરાના સંક્રમીત થયેલા  કેદીએ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક ઓડિયો ક્લીપ વાઇરલ કરી છે જેમાં જેલતંત્ર  સામે ગંભીર આક્ષેપો કર્યો છે કે તેમનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે છતાં જેલમાં હાજર થયા બાદ પાંચ દિવસ સુધી આઇસોલેટ કરવાનો જેલ સત્તાધિશોનો સ્પષ્ટ  આદેશ છે.નામ નહી બતાવવાની શરતે  કેદીએ જણાવ્યું છે કે જેલમાં દસ-દસ ની ખોલીમાં ચાર કેદીને આઇસોલેટ કરવામાં આવે છે જે ખોલીમાં ટીવી કે  રેડિયો પણ હોતો નથી એક જ નળ હોય છે, જેનાથી પાણી પીવુ પડે છે, માટવલાની પણ સગવડ હોતી નથી, કોરાના સંક્રમીત દર્દીને જરુરી ડાયટ મુજબનો ખોરાક પણ આપવામાં આવતું  નથી અને બહાર તાળુ મારીને ખોલીમાં ૨૪ કલાક પુરી રાખવામાં  આવેછે.  એટલું જ નહી જેલમાંથી પરિવારજનો સાથે  ફોન ઉપર વાતચીત કરવી હોય તો જેલમાં પાકા કામના કેદી પરેશભાઇ તથા વિજયભાઇ અઠવાડિયાના પાંચ હજારની માગણી કરવામા આવે છે. જેલેના કોઇ અધિકારી રાઉન્ડ પણ લેવા આવતા નથી. જો કે આ ઓડિયો ક્લીપ અંગે જેલના ઉચ્ચ અધિકારી ડૉ.મહેશ નાયકનો સંપર્ક કરતાં  તેમણે  આ ઓડિયો ક્લીપ  બનાવટી હોવાનું કહીને વાતને ટાળી હતી.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર