ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીઃ આઠ બેઠકો માટે કયા નેતાઓને ભાજપે સોંપી જવાબદારી?

સોમવાર, 29 જૂન 2020 (15:20 IST)
ગુજરાત વિધાનસભાની આઠ ખાલી પડેલી બેઠકોની ચૂંટણી આગામી બે મહિનામાં યોજાવાની શક્યતા છે. ત્યારે ભાજપ દ્વારા પેટાચૂંટણી જીતવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં ભાજપ દ્વારા બેઠક દીઠ ઇન્ચાર્જ તરીકે એક મંત્રી અને એકની સંગઠનમાંથી એક નેતાને જવાબદારી આપવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચે ચૂંટણી યોજવા માટે અલગ અલગ એક્શન પ્લાન પર કામ શરૂ કરી દીધું છે. હાલમાં સપ્ટેમ્બરમાં ચૂંટણી યોજાય એ ગણતરીએ તમામ તૈયારીઓ ચાલી રહી છે. આ મુદ્દે કેન્દ્રીય ચૂંટણી પંચનું માર્ગદર્શન પણ માંગવામાં આવ્યું છે તેના કારણે ગુજરાતમાં ચૂંટમી આવી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. બીજી બાજુ રાજ્યસભા ની ચૂંટણી દરમ્યાન કોંગ્રેસ સાથે દગો કરનાર ગાંધી વિચારધારા ને વરેલા પૂર્વ ધારાસભ્યો ને બીજેપી દ્વારા કમલ્મ ખાતે કેસરિયો પહેરાવ્યા બાદ આગામી સમય માં યોજાનાર વિધાનસભા ની પેટા ચૂંટણી માં ટિકિટ આપશે.બીજેપી દ્વારા કોંગ્રેસ ના પૂર્વ પાંચ ધારાસભ્યો ને ટિકિટ આપવા માં આવશે.જોકે લીમડી ,ગઢડા અને ડાંગ માં પૂર્વ ધારાસભ્યો સાથે થયેલ રાજકીય સોદાબાજી ના ભાગ રૂપે ટિકિટ નહિ અપાય. ગુજરાત વિધાનસભા ની 182 બેઠકો પૈકી 10 બેઠકો ખાલી છે.જે પૈકી દ્વારકા બેઠક ની ચૂંટણી ને મુદ્દો સુપ્રીમ કોર્ટ માં છે જ્યારે મોરવા હડફ બેઠક ના ઉમેદવારે ખોટું જાતિ નું પ્રમાણપત્ર રજૂ કરી હોવાના મુદ્દે ચૂંટણી રદ થઈ છે. રાજ્યસભા ની ચૂંટણી દરમ્યાન કોંગ્રેસ ના 8 ધારાસભ્યો એ તેમની પાર્ટી અને જનતા સાથે દ્રોહ કરી ને ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ ને રાજીનામાં ધરી દીધા હતા.

ભાજપે કોને કોને સોંપી જવાબદારી?
અબડાસા - ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કે સી પટેલ
લીંબડી- આર સી ફળદુ  અને  નીતિન ભારદ્વાજ
કરજણ - પ્રદીપસિંહ જાડેજા  અને શબ્દશરણ બ્રહ્મભટ
ડાંગ - ગણપત વસાવા અને પૂર્ણેશ મોદી
કપરાળા - ઈશ્વર પટેલ અને ભરતસિંહ પરમાર
મોરબી- સૌરભ પટેલ અને આઈ કે જાડેજા
ગઢડા - કુંવરજી બાવળીયા અને ગોરધન ઝડફિયા
ધારી - ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ધનસુખ ભંડેરી

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર