જો આમ જ ચાલ્યું તો ભારત દુનિયામાં સૌથી વધુ ઇન્ટરનેટ વાપરનાર બની જશે

શનિવાર, 8 નવેમ્બર 2014 (14:50 IST)
ગુગલે ૩૦ કરોડ લોકોને ઇન્‍ટરનેટથી જોડવા માટે ભારત સાથે ‘ભારતીય ભાષા ઇન્‍ટરનેટ ગઠબંધન' કરવાનું નક્કી કર્યું છે. આ ભાગીદારીમાં ઘણા બધા સમાચારપત્ર અને સમાચાર ચેનલો અને સરકારી કંપનીઓ જોડાઇ છે.

   હમણા માત્ર અંગ્રેજી ભાષામાં વોઇસ સર્ચ છે અને હવે તેમાં હિન્‍દી ભાષાનો પણ ઉમેરો કરાયો છે. આ ઉપરાંત પણ તમિલ, મરાઠી અને બંગાળી પણ ગુગલની યાદીમાં છે. ગુગલનું કહેવું છે કે ભારતમાં ૨૦ કરોડ લોકો ઇન્‍ટરનેટનો ઉપયોગ કરે છે અને દર મહિને મોબાઇલ દ્વારા આશરે પ૦ લાખ નવા લોકો આમાં જોડાઇ રહયા છે. જો આવું જ રહયું તો ભારત આગળના ૧૨ મહિનામાં અમેરિકાને પાછળ રાખી દેશે.

   એમણે એમ પણ કહ્યું કે હાલમાં કેવલ ૧૯.૮ કરોડ લોકો અંગ્રેજીના જાણકાર છે અને એમાંથી મહદઅંશે ઇન્‍ટરનેટથી જોડાઇ ગયા છે. આ ધ્‍યાનમાં રાખીને અને ભારતીય ભાષા ઇન્‍ટરનેટ ગઠબંધનનું નિર્માણ કર્યું છે અને આઇએલઆઇએને આશા છે કે ૨૦૧૭ સુધીમાં ભારતીય ભાષા બોલવાવાળા ૩૦ કરોડ લોકો ઇન્‍ટરનેટથી જોડાઇ જશે. ગુગલે આ સંદર્ભમાં એક વેબસાઇટ બનાવી છે.

   સુચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્‍યું કે ઇન્‍ટરનેટ જયારે ભારતીય ભાષામાં રજૂ થશે તો તેનો ઉપયોગ દેશની કોઇપણ વ્‍યકિત કરી શકશે અને મને આશા છે કે પ૦ કરોડથી વધુ લોકો આનો લાભ લેશે. જેને કારણે ડિઝિટલ ઇન્‍ડિયા બનાવવાનું સરકારનું સપણું સાકાર થશે.

વેબદુનિયા પર વાંચો