આઈપીએલ : શુ સ્થિતિ સ્પષ્ટ છે ખરી ?

PTI
આઈપીએલ ટુર્નામેંટના 15માં દિવસે દિલ્લી ડેયરડેવિલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે એક રસપ્રદ હરીફાઈ થવાની આશા છે. ટૂર્નામેંટના પહેલા કહેવાતુ હતુ કે બધી ટીમો એકથી એક ચઢિયાતી છે અને કંઈ ટીમ કોને ક્યારે હરાવી દે તે કહી શકાય તેમ નથી.

એક બાજુ જ્યા સ્ટાર્સથી ભરેલી ટીમને મજબૂત બતાવવામાં આવી રહી છે, ત્યા બીજી બાજુ રાજસ્થાન રોયલ્સને શેન વોર્નનો વનમેન શો કહીને તેને ઓછી આંકવામાં આવી રહી હતી. તાજેતરમાં શેન વોર્નની સેનાએ ફક્ત એક જ મેચ હારી છે અને તે આઠ અંક લઈને બીજા સ્થાને છે.

વોર્ન આ મેચમાં બેવડી ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ ટીમના કપ્તાન પણ છે અને કોચ પણ. હવે તેમની કપ્તાની કહો કે કોચિંગની તેમના ખેલાડીઓનો અંદાજ જ બદલાઈ ગયો છે. વોર્ને પોતાની ટીમમાં ગજબની ઉર્જા ભરી છે.

બીજી બાજુ સ્ટાર્સથી ભરેલી બેંગલોર રોયલ ચેલેંજર્સ. મુંબઈ ઈડિયંસ અને ડૈકન ચાર્જર્સએ અત્યાસ સુધી ફક્ત એક એક મેચ જ જીતી છે. કહેવુ ખોટુ નથી કે ત્રણે ટીમો પાસેથી લોકોએ ઘણી અપેક્ષાઓ રાખી હતી. પણ તેમણે તે પ્રમાણે પ્રદર્શન ન કર્યુ. હાલ તો ત્રણે ટીમો ડેંજર ઝોનમાં છે. જો કે હવે એવુ પણ કહેવુ ઉતાવળ કહેવાશે કે આ ટીમો માટે સેમીફાઈનલની શક્યતા નથી. તેમની પાસે હજુ તેમને પૂરી તક છે.

આઈપીએલમાં આઠ ટીમો રમી રહી છે. પહેલા રાઉંડમાં ચાર ટીમોને બહારનો રસ્તો જોવો પડશે, તે ચાર ટીમો કંઈ હશે તે પહેલી શ્રેણી પછી બહાર થશે ? ક્રિકેટમાં કોઈ ભવિષ્યવાણી કામ નથી આવતી, પણ જે સ્થિતિ જોવા મળી રહી છે તે સેમીફાઈનલિસ્ટનુ આંકલન -

ચેન્નઈ સુપર કિંગ - અત્યાર સુધી થયેલ ચાર મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સની ચારેય મેચ જીત્યા છે. આ ટીમ યાદીમાં સૌથી ઉપર છે. વાત ફક્ત આટલી જ નથી કે ચેન્નઈ સુપર કિગ્સે અત્યાર સુધી પોતાની બધી મેચ જીતી છે, પરંતુ ધ્યાન આપવા બાબત એ છે કે જે અંદાજમાં તેઓ જીત્યા છે તે જોતા તો એવુ જ લાગે છે કે તેઓ મુખ્ય દાવેદાર લાગે છે. મહેન્દસિંહ ધોનીની સુકાની હેઠળ ચેન્નઈ કિગ્સે મેદાની લડાઈની સાથે જ મગજની જંગ પણ જીતી છે. આ ટીમનુ સેમીફાઈનલમાં પહોંચવુ તો નક્કી છે.

રાજસ્થાન રોયલ્સ - અત્યાર સુધી પોતાની પાંચ મેચોમાં ચાર જીત નોંધાવે ચૂકેલી આ ટીમ અત્યારે બીજા સ્થાન પર છે. સતત ચાર જીત નોંધાવવી એ કોઈ ચમત્કાર નથી હોતો. રાજસ્થાન રોયલ્સમાં દમ છે, તેમના ખેલાડીઓના જોશને કારણે વિરોધીઓનુ બચવુ મુશ્કેલ છે. આ ટીમને સેમીફાઈનલ માટે મજબૂત દાવેદાર ગણી શકાય છે.

દિલ્લી ડેયરવિલ્સ - સહેવાગની ટીમનુ નેટ રન રેટ હાલ તો સૌથી વધુ છે. ટીમ કોઈ પણ એંગલથી નબળી નથી. અને તે ત્રીજા સ્થાન પર છે. દિલ્લી ડેયરવિલ્સ કોઈ પણ ટીમને હરાવવાની હિમંત રાખે છે અને અત્યાર સુધી તેમણે પ્રતિભાશાળી રમત બતાવી છે. બીજી ટીમોને માટે દિલ્લી ડેયરવિલ્સને સેમીફાઈનલમાં જતા રોકવુ બહુ મુશ્કેલ છે. આ અંદાજ મુજબ ત્રીજી સેમીફાઈનાલિસ્ટ ટીમ છે.

કિંગ ઈલેવન પંજાબ/કલકત્તા નાઈટ રાઈડર્સ - ટુર્નામેંટની ચોથી સેમીફાઈનાલિસ્ટ ટીમ કિંગ્સ ઈલેવન પંજાબ અને કલકત્તા નાઈટ રાઈડર્સમાંથી એક હશે. જે ટીમ અંત સુધી સારી રમત બતાવશે તે સેમીફાઈનલમાં જવાની હકદાર ગણાશે. કિંગ્સ ઈલેવન પંજાબના જ્યાં પાંચ મેચોમાં 6 અંક છે ત્યા બીજી બાજુ કલકત્તા રાઈડર્સના આટલી જ મેચોમાં ચાર અંક છે. આમ તો ટુર્નામેંટની પહેલી મેચથી લઈને અત્યાર સુધીમાં કલકત્તા નાઈટ રાઈડર્સના રમતનુ સ્તર ખૂબ નીચે આવ્યુ છે.

વેબદુનિયા પર વાંચો