Sunil Gavaskarના નિવેદનથી ફરી ઉભો થયો વિવાદ, કમેંટ્રીમાંથી હટાવવાની ઉઠી માંગ, જાણો શુ છે મામલો

શનિવાર, 21 મે 2022 (08:24 IST)
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન અને મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કર (Sunil Gavaskar)એક વાર ફરીથી વિવાદોમાં ઘેરાય ગયા છે. ગાવસ્કર રાજસ્થાન રોયલ્સ  (RR)ના વિસ્ફોટક બેટ્સમેન શિમરન હેટમાયર (Shimron Hetmyer)ની પત્ની વિશે ખરાબ કમેંટ કરીને એકવાર ફરી આલોચકોના નિશાના પર આવી ગયા છે. પોતાના વિવાદિત નિવેદન બાદ ગાવસ્કરને હવે આલોચનાઓનો સામનો કરવો પડી રહ્યો છે. 
 
IPL 2022માં શુક્રવારે રાજસ્થાન રોયલ્સ (RR)નો સામનો ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)સાથે થયો.  આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 6 વિકેટે 150 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાનની શરૂઆત સારી રહી હતી.  પરંતુ તે પછી ટીમ અટવાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું હતું. આવી સ્થિતિમાં વેસ્ટ ઈન્ડિઝનો વિસ્ફોટક બેટ્સમેન શિમરોન હેટમાયર બેટિંગ કરવા માટે ક્રીઝ પર આવ્યા. હેટમાયરના ક્રીઝ પર આવતાની સાથે જ ગાવસ્કરે જે કમેંટ કરી તેને લઈને હવે દરેક જણ ભૂતપૂર્વ કેપ્ટનની ખૂબ ટીકા કરી રહ્યા છે. 

 
ઉલ્લેખનીય છે કે હેટમાયર તેમના પ્રથમ બાળકના જન્મને કારણે રાજસ્થાન તરફથી  કેટલીક મેચો રમી શક્યા નહોતા અને ઘરે પરત ફર્યા હતા. પરંતુ તેમણે ચેન્નઈ સામેની પ્લેઈંગ ઈલેવનમાં પુનરાગમન કર્યું અને બેટિંગ કરવા ઉતર્યા. રાજસ્થાનની ઇનિંગ્સની 15મી ઓવરમાં હેટમાયર બેટિંગ કરવા આવ્યો હતો. આ દરમિયાન ગાવસ્કર અંગ્રેજીમાં કોમેન્ટ્રી કરી રહ્યા હતા. હેટમાયર ક્રીઝ પર આવતાની સાથે જ ગાવસ્કરે ટિપ્પણી કરી,'શિમરન હેટમાયરની પત્નીએ ડિલિવરી કરી દીધી છે. શું હેટમાયર હવે રાજસ્થાન માટે ડિલિવરી કરશે?
 
સોશિયલ મીડિયા પર ફેંસ એ ગાવસ્કરની ખૂબ આલોચના કરી 
ગાવસ્કરની આ ટિપ્પણી બાદ ફેંસ હવે સોશિયલ મીડિયા પર તેમની આકરી ટીકા કરી રહ્યા છે. કેટલાક ફેંસ તેમને કોમેન્ટ્રીમાંથી હટાવવાની પણ માંગ કરી રહ્યા છે. જોકે, હેટમાયર આ મેચમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો અને 7 બોલમાં 6 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. તે પ્રશાંત સોલંકીના હાથે કેચ આઉટ થયો હતો. ગાવસ્કરે અગાઉ IPL 2020માં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વિશે ટિપ્પણી કરી હતી અને ત્યારે પણ તેમની ભારે ટીકા થઈ હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર