ઉમરાન મલિક(Umran Malik) મંગળવારે ફરી એકવાર IPL 2022માં શાનદાર પ્રદર્શન કર્યું. J&K ફાસ્ટ બોલરે મુંબઈ ઈન્ડિયન્સ સામે 3 વિકેટ સાથે સનરાઈઝર્સ હૈદરાબાદની પ્લેઓફની આશા જીવંત રાખી હતી. મેચમાં પહેલા રમતા હૈદરાબાદે 6 વિકેટે 193 રન બનાવ્યા હતા. રાહુલ ત્રિપાઠીએ શાનદાર અડધી સદી ફટકારી હતી. આ તેની સિઝનની ત્રીજી ફિફ્ટી છે. જવાબમાં મુંબઈની ટીમ 7 વિકેટે 190 રન જ બનાવી શકી હતી. હૈદરાબાદની 13 મેચમાં આ છઠ્ઠી જીત છે. જો કે હૈદરાબાદની ટીમ છેલ્લી મેચ જીતીને પણ માત્ર 14 પોઈન્ટ સુધી જ પહોંચી શકશે. આવી સ્થિતિમાં, તેની આશા ત્યારે જ રહેશે જ્યારે છેલ્લી મેચમાં આરસીબી અને દિલ્હી બંનેનો પરાજય થશે. તે જ સમયે, 13 મેચોમાં મુંબઈની આ 10મી હાર છે.