Shane Warne એ જ્યારે IPL મા કર્યો હતો કરિશ્મા, સૌથી પહેલા વેચાયા અને Rajastha ને બનાવ્યુ પહેલુ આઈપીએલ ચેમ્પિયન

શુક્રવાર, 4 માર્ચ 2022 (22:44 IST)
શેન વોર્ન  (Shane Warne) એ ઈંટરનેશનલ ક્રિકેટમાં ખૂબ નામ કમાવ્યુ. ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં તેમની ફિરકીની આગળ દુનિયાભરના ધાકડ ખેલાડી નાચતા હતા. શેન વોર્ન માટે કહેવાય છે કે તે ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન બનવાને લાયક હતા.તેઓ  આ સ્થાને ન પહોંચી શક્યા એ ઓસ્ટ્રેલિયાનું નુકસાન છે. બાદમાં, શેન વોર્ને IPLમાં પોતાન  નેતૃત્વ ક્ષમતા સાબિત કરી હતી. IPL ટાઇટલ જીતનાર તે પ્રથમ કેપ્ટન હતા. શેન વોર્ને 2008માં IPLની પહેલી જ સિઝનમાં નવા ચહેરાઓથી સજ્જ રાજસ્થાન રોયલ્સ(Rajasthan Royals) ની ટીમને ખિતાબ અપાવ્યો હતો. રાજસ્થાનની ટીમ આઈપીએલનો ખિતાબ જીતશે એવું કોઈએ વિચાર્યું ન હતું. પરંતુ શેન વોર્ને આ અજાયબી કરી બતાવી હતી અને બધાના અનુમાનને ખોટા કર્યા હતા
શેન વોર્ન આઈપીએલના ઈતિહાસમાં ઓક્શનમાં વેચાનારા સૌથી પહેલા ખેલાડી છે જેમને રાજસ્થાન રોયલ્સે બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસ પર પોતાની સાથે લીધા હતા. પછી રોયલ્સે તેમને પોતાના કેપ્ટન બનાયા. તેમના સિવાય રાજસ્થાન પાસે રવિન્દ્ર જાડેજા, યુસુફ પઠાણ જેવા યુવા અને ગ્રીમ સ્મિથ, શેન વોટસન, સોહેલ તનવીર, યુનિસ ખાન, કામરાન અકમલ જેવા આંતરરાષ્ટ્રીય ચહેરા હતા. પરંતુ તેમની વચ્ચે ટી-20 ક્રિકેટમાં કોઈ મોટું નામ નહોતું. રાજસ્થાનને તેની પ્રથમ મેચમાં દિલ્હી ડેરડેવિલ્સના હાથે નવ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ  શેન વોર્નની ટીમે અજાયબીઓ કરી હતી.
 
રાજસ્થાન  પોઈન્ટ ટેબલમાં રહ્યુ સૌથી ઉપર 
 
રાજસ્થાન રોયલ્સે ગ્રુપ સ્ટેજમાં 14માંથી 11 મેચ જીતી અને ટોચ પર રહીને સેમિફાઇનલની ટિકિટ મેળવી લીધી. તે ગ્રૂપ સ્ટેજમાં માત્ર ત્રણ મેચ હારી હતી. રાજસ્થાનની પ્રથમ સેમિફાઇનલમાં એ જ ટીમનો સામનો થયો હતો જેની સાથે ટૂર્નામેન્ટમાં તેની પ્રથમ મેચ હતી. એટલે કે દિલ્હી. શેન વોર્નની ટીમે સેમિફાઇનલમાં દિલ્હીને ખરાબ રીતે હરાવ્યું હતું અને 105 રનથી હરાવ્યું. ત્યારપછી શેન વોર્ને ફાઇનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સને ત્રણ વિકેટે હરાવીને ઈતિહાસ રચ્યો હતો. તેમની કપ્તાની હેઠળ રાજસ્થાન રોયલ્સ IPLની પ્રથમ વિજેતા બની હતી. રાજસ્થાને વિજયી રન બનાવ્યો ત્યારે વોર્ન ક્રીઝ પર હાજર હતો.
 
વોર્નની આઈપીએલ કારકિર્દી આ રીતે રહી
 
શેન વોર્ને IPL 2008માં 15 મેચમાં 19 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેની એવરેજ 21.26 અને સ્ટ્રાઈક રેટ 16.4 હતી. તેણે આ પરાક્રમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાના એક વર્ષ બાદ કર્યું હતું. તેણે આઈપીએલ ઈતિહાસમાં કુલ 57 વિકેટ લીધી હતી. બાદમાં તે IPL 2009 અને 2010માં પણ રમ્યો હતો. તેઓ સતત રાજસ્થાન સાથે જોડાયેલા હતા અને આ ટીમના મેન્ટર પણ હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર