કાનજીભાઈ ભાડેલિયા જેવા સ્વાતંત્ર સેનાની કેમ ભૂલાયા ?

શુક્રવાર, 12 ઑગસ્ટ 2016 (17:53 IST)
ભારત દેશ આઝાદ થયાને ubs 70 વર્ષ પૂર્ણ કર્યાની ઉજવણી થઈ રહી છે.ત્યારે સમગ્ર દેશ આઝાદીનું જશ્ન મનાવવા થનગને છે. પણ એ આઝાદી અપાવનારને શું આપણે યાદ રાખીએ છીએ. ગાંધીજીની સાથે અનેક દેશભકત જવાનો આઝાદીમાં મહત્વનો ફાળો આપી ચૂકયા છે. તો આજે આપણે આવા જ એક સ્વાતંત્ર સેનાની સુરેદ્રનગરના કાનજીભાઇ ગીરધરભાઇ ભાડેલીયા વાત કરીએ.
કાનજીભાઈમાં તેમના પિતાએ બાળપણથી જ સ્વતંત્રતાની જ્યોત પ્રજવલ્લિત કરી હતી. કાનજીભાઇ સુરેદ્રનગરની શેઠ એન.ટી.એમ ઇગ્લીશ હાઇસ્કુલમાં પાંચ ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેઓ 10 વર્ષના હતા ત્યાર થી જ તેઓ મોરબી કેમ્પમાં વ્યાયામ શીખવા જતાં હતાં. અને 14 વર્ષની નાની ઉંમરે જ તેમની રાષ્ટ્રીય ભાવના ઉજાગર થઇ હતી.  ભારતને ગુલામીની જંજીરમાંથી મુક્ત કરવા રાષ્ટ્રીય કોગ્રેસે 1942ની 9મી તારીખે ભારત છોડોનો ઠરાવ કર્યો હતો. તે સમયે કાનજીભાઇ નડીયાદ હતા. નડીયાદમાં 9મી એ જંગી સભા ભરાઇ હતી જેમાં પોલિસ અને લોકો વચ્ચે મોટુ ઘર્ષણ થયું હતું.ત્યારે કાનજીભાઇએ આ ઘર્ષણમાં 15 જેટલા પોલીસ કર્મીઓને ઘાયલ કર્યા હતા.પરંતુ પોલિસ તેમને પકડવામાં નિષ્ફળ રહી હતી. 
 
ત્યાંથી તેમના સંબંધીએ તેમને સુરેદ્રનગર પાછા મોકલી દીધા હતાં.તેમનું નામ સંગ્રામ સમિતિમાં નહી જોડાતા તેમને હાઇસ્કુલ બાળવાનુ નકકી કર્યું અને 10 મિત્રોએ મળીને રાત્રે હાઇસ્કુલ બાળી નાંખી. ત્યારબાદ કાનજીભાઇએ જુદી જુદી જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કર્યા. તેમની ધરપકડ થઇ. આ ગુનામાં કાનજીભાઇને પાંચ વર્ષની સજા થઇ હતી. કાનજીભાઇએ 1945 થી 1951 સુધી મીલ મજુરોના પ્રશ્નોને વાચા આપવા આંદોલન કર્યું. તેઓ 60 દિવસની ઐતિહાસીક હડતાલમાં જોડાયા હતા. 
 
ત્યારબાદ 1947 માં જયારે દેશ આઝાદ થયો ત્યારે તેઓ ભાવનગરમાં હતા.બાદમાં કોગ્રેસ પાટીમાં જોડાઇને સમાજની સેવા કરવા લાગ્યા. બાદમાં તેઓ 1951 થી 1954 દરમિયાન અમદાવાદના સાબરમતી આશ્રમમાં સેવા આપવા આવ્યા. અહીં તેમણે રાષ્ટ્રની સેવા સાથે સમાજ સેવામાં જીવન સમર્પિત કરી દીધું. 1972 ,15 મી ઓગસ્ટ ભારત 25 મો સ્વાતંત્ર દિન ઉજવી રહયુ હતુ.ત્યારે ઇન્દીરા ગાંધીએ ગર્વનર દ્વારા તેમને તામ્રપત્ર આપવામાં આવ્યુ .ત્યારબાદ ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને સન્માનીત કર્યા હતા. આજે દેશ 70મો સ્વાતંત્ર દીન ઉજવી રહ્યો છે. ત્યારે કાનજીભાઇ જેવા સેનાનીઓને કોટીકોટી વંદન. 
 

વેબદુનિયા પર વાંચો