પાઈલ્સ(હરસ) ખૂબ જ પીડાદાયક બીમારી છે. આજકાલ આ બીમારી સામાન્ય જોવા મળી રહી છે. આ બીમારીનુ ખાસ કારણ ઓછી માત્રામાં પાણી પીવુ, અનિયમિત દિનચર્યા અને ખાનપાન છે. પાઈલ્સ બે પ્રકારની હોય છે. લોહીયાળ હરસ અને મસ્સાવાળી હરસ. લોહીયાળ પાઈલ્સમાં મળત્યાગ કરતી વખતે પીડા સાથે લોહી પણ ખૂબ નીકળે છે. મસ્સાવાળી પાઈલ્સમાં પીડા અને ખંજવાળની સમસ્યા હોય છે. આ પાઈલ્સમાં સોજો ગુદાની એકદમ બહાર હોય છે. જો તમે આ સમસ્યાથી પરેશાન છો તો આ ઘરેલુ ઉપાયોથી છુટકારો મેળવી શકો છો.