દાદીમાંના આ ઘરેલુ નુસ્ખા ડાર્ક હોઠોને બનાવી દેશે ગુલાબી અને મુલાયમ

મંગળવાર, 4 જુલાઈ 2017 (11:24 IST)
ચેહરાની સુંદરતામાં હોઠોનુ વિશેષ મહત્વ છે. યુવતીઓ પોતાના હોઠને સુંદર બનાવવા માટે અનેક તરીકા જેવા કે લિપસ્ટિક, લિપબામ, મોઈશ્ચરાઈઝર ઉપરાંત તેમને પાઉટી બનાવવાની દરેક શક્ય કોશિશ કરે છે.  કેટલીક યુવતીઓના  હોઠને નેચરલી હોઠને નેચરલી કાળા હોય છે પણ કેટલાક લોકોના હોઠના રંગ ખૂબ ડાર્ક હોય છે. જેને તેઓ પિંક બનાવવા માટે અનેક ઉપાયો કરે છે.  આટલા ઉપાય અને બ્યુટી પ્રોડક્ટ અપનાવવાથી પણ હોઠ પર કોઈ અસર દેખાતી નથી. જો સતત લિપસ્ટિક લગાવીને હોઠને સુંદર બનાવવા માટે તો હોઠ કાળા અને બદસૂરત લાગવા માંડે છે. તમે કેટલાક ઘરેલુ ઉપાય અપનાવીને તમારા હોઠને નેચરલી પિંક કરી શકો છો.  આવો જાણીએ કેવી રીતે.. 
 
1. લીંબૂ અને મધ - લીંબૂમાં એવા ગુણ હોય છે જે હોઠ પરથી કાળા ધબ્બા દૂર કરવાનુ કામ કરે છે. તેથી 1 ચમચી મઘ અને 1/2 ચમચી લીંબૂનો રસ મિક્સ કરી લો. આ બંનેને સારી રીતે મિક્સ કરીને હોઠ પર લગાવો. 
 
2. ગુલાબની પાન - ડાર્ક લિપ્સને નેચરલી પિંક બનાવવા માટે ગુલાબના પાન લાભકારી છે.  ગુલાબના પાનને આખી રાત દૂધમાં પલાળીને મુકી દો. સવારે આ પાનને વાટીને હોઠ પર લગાવો અને સૂકાય આ પછી ધોઈ લો. તેનાથી હોઠનો રંગ હળવો ગુલાબી અને ચમકદાર થશે. 
 
3. દહી અને એલોવેરા - હોઠને ગુલાબી અને મુલાયમ બનાવવા માટે દહી અને એલોવેરાનું પેસ્ટ બનાવો અને લિપ્સ પર ઉપયોગ કરો. તેનાથી ખૂબ ફાયદો મળશે. 

વેબદુનિયા પર વાંચો