આંખ શરીરનુ સૌથી મુખ્ય અંગ છે. આંખો દ્વારા જ આ ખૂબસૂરત દુનિયા જોવા મળે છે. આવામાં તેનુ ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. પણ અનેકવાર આંખોની કેટલીક એવી સમસ્યાઓ થઈ જાય છે જેનાથી ખૂબ પરેશાની થાય છે. આવી જ એક બીમારી છે મોતિયાબિંદ.. જે વધતી વયના લોકોમાં જોવા મળે છે. તેમા આંખોને લૈંસ પર એક સફેદ પડદો આવી જાય છે. જેનાથી બધુ ધુંધળુ દેખાય છે. આમ તો મોતિયાબિંદને ઓપરેશન દ્વારા જ ઠીક કરી શકાય છે. પણ કેટલાક ઘરેલુ ઉપાય અપનાવીને પણ આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. આવો જાણીએ આવા જ કેટલાક સહેલા ઘરેલુ નુસ્ખા વિશે..