આદુ એક ભારતીય મસાલો છે જે દરેક ઘરમાં રોજ વાપરવામાં આવે છે. તેની તાસીર ગરમ હોવાથી તેનુ મોટાભાગનુ સેવન શિયાળામાં કરવામાં આવે છે. આ ઋતુમાં આદુ ખાવથી શરદી-તાવ, બલગમ જેવી પરેશાનીઓથી બચી શકાય છે. આદુમાં પ્રોટીન, કાર્બો હાઈડ્રેટ્, આયરન, કેલ્શિયમ જેવા પોષક તત્વ જોવા મળે છે. જે આપણા શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. આદુ ખાવાથી અનેક ફાયદા થાય છે. આજે અમે તમને આવા જ ફાયદા વિશે બતાવીશુ.