હેલ્થ TIPS: વાળ ખરવાની સમસ્યાથી પરેશાન તો લગાવો આદુનો રસ
સોમવાર, 24 જુલાઈ 2017 (17:10 IST)
વાળ ખરવાની સમસ્યાથી મુક્તિ અપાવવા માટે જો તમે અનેક પ્રકારના હેયર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીને થાકી ચુક્યા છો તો આદુને અજમાવો. આ તમારા વાળ માટે લાભકારી સાબિત થઈ શકે છે. આદુને વાળમાં લગાવવુ ખૂબ લાભકારી છે.
આદુના રસને વાળમાં લગાવીને 10-15 મિનિટ સુધી છોડી દેવુ જોઈએ. રસ વાળની જડમાં જાય છે. ત્યારબાદ વાળને શેમ્પૂથી સાફ કરો. તેનાથી વાળ સ્વસ્થ અને મજબૂત બને છે. સાથે જ ડેંડ્રફથી મુક્તિ અપાવે છે.