એક એવુ ગામ જ્યા છેલ્લા 100 વર્ષથી નથી સળગતી હોળી કે નથી ઉડતો ગુલાલ

ગુરુવાર, 28 ફેબ્રુઆરી 2019 (14:46 IST)
. શહેરથી 40 કિલોમીટર દૂર ગાઢ જંગલ વચ્ચે આવેલ એક એવુ ગામ પણ છે જ્યા છેલ્લા 100 વર્ષથી હોળી ઉજવાતી નથી.  જૂની માન્યતા છે કે ગામના નિયમ તોડીને રંગ ગુલાલ રમનારાઓ માતાનો પ્રકોપ તૂટી પડે છે અને તેઓ બીમાર થઈ જાય છે. 
 
ચેહરા અને શરીર પર દાણા નીકળે છે અને પૂજા અનુષ્ઠાન પછી જ બધુ ઠીક થઈ જાય છે. તેથી વડીલોએ રંગ-ગુલાલ રમવા કે હોલિકા દહન પર રોક લગાવી દીધી. ગામના મોટાથી લઈને નાના બાલકો દરેક કોઈ નિયમનુ પાલન કરે છે. આ સ્થાન પર માતાની પૂજા પાઠ કરવામાં આવે છે અને ઘર ઘરે વડા-પૂરી અને અન્ય વ્યંજનોનો આનંદ ઉઠાવતા ખુશીઓ મનાવવામાં આવે છે. 
 
આ અનોખી માન્યતા ગ્રામ ઘમનાગુડીમાં પ્રચલિત છે. જે કરતલા બ્લૉકના પંચાયત પાઠિયાપાલીના આશ્રિત ગ્રામ છે. આ ગામમાં 100 વર્ષથી પણ વધુ સમયથી ન તો હોલિકા દહન કરવામાં આવે છે કે ન તો હોળીનો રંગ ઉડાવાય છે. ગામના લોકોનુ કહેવુ છે કે પૂર્વજોના મુજબ એક્વાર હોળીના દિવસે ગામના ભાગોળે ફાગના ગીતો ગાતી વખતે વિચિત્ર ઘટના બની. 
હોળીના ગીતોનો આનંદ લઈ રહેલ ગ્રામજનોને એવો અનુભવ થયો કે તેમને કોઈ દંડાથી મારી રહ્યુ છે. હોળીના અવસર પર મોટાભાગે ઘોંઘાટનુ વાતાવરણ હોય છે. કંઈક એવી જ સ્થિતિ એ સમયે હોળીના દિવસે ગામમાં હતી.   જેથી માતા ડંગાહિન દાઈ ગુસ્સે થઈ ગઈ અને પાઠ ભણાવવા માટે તેમને જ દંડો ચલાવ્યો. એવી વાત ગામમાં ફેલાય ગઈ. રંગ રમનારા બીમાર થઈ ગયા. કોઈના ચેહરા પર દાણા નીકળી આવ્યા. 
 
ત્યારબાદ વિધિવત પૂજા આરાધના કરી માતાને મનાવવામાં આવી અને ત્યારે જઈને ગામમાં આવેલ પ્રકોપ શાંત થયો. બસ ત્યારથી પૂર્વજોએ હોળી દહન અને ઘુળેટીના તહેવાર પર રંગ ગુલાલ રમવુ ફાગ ગાવુ નગારા વગાડ્વા કે કોઈ પણ પ્રકારનો ઘોંઘાટ કરવો બંધ કરી દીધો. આ નિયમનું પાલન આજે પણ કરવામાં આવે છે અને ગામમાં કોઈ હોળી ઉજવતુ નથી. 
 
ગામમાં 3 ટોળા અને 125 પરિવાર 
 
જ્યારે અંતિમ વખતે હોળી ઉજવાઈ હતી ત્યારે માતાનો પ્રકોપ આવ્યો. ગામના અનેક લોકો બીમાર પડી ગયા. જે લોકો રંગ રમ્યા તેમના ચેહરા પર દાણા નીકળી આવ્યા. ત્યારબાદ ગામની મુખ્ય દેવી ડંગાહિન દાઈની વિધિવત પૂજા આરાધના કરવામાં આવી ત્યારે જઈને ગામમાં છવાયેલ સંકટ દૂર થયુ . ત્યારે લોકોએ નિયમ બનાવી લીધો કે ગામમાં ક્યારેય રંગ ગુલાન નહી રમાય અને ન તો હોળી દહન થાય. મહંતપારા સતનામી મોહલ્લા અને મોટા ઘમના સહિત ત્રણ ટોલાના ગામમાં લગભગ 125 પરિવાર નિવાસ કરે છે. 
 
પહેલા ધૂમધામથી ઉજવતા હતા 
 
ગામના વડીલ અગર સિંહ કંવરે જણાવ્યુ કે તેમને પોતાની 58 વર્ષની વયમાં ક્યારે રંગ ગુલાલ રમ્યો નથી. તેમણે કહ્યુ કે પૂર્વજો મુજબ વર્ષો પહેલા અહી પણ એ જ અંદાજમાં હોળી રમાતી હતી. જેવી બીજા ગામોમાં રમાય છે.  હોળી દહન ઢોલ નગારા રંગ ગુલાલ અને ધૂલ પંચમીમાં ધૂળની હોળી રમાતી હતી. એકવાર હોળીના દિવસે ભાગો પર લોકો હળી મળીને ફાગના ગીતો ગાઈ રહ્યા હતા ત્યારે ડંગાહોન દાઈ ક્રોધિત થઈ ગઈ અને ફાગ ગાઈ રહેલા લોકો પર દંડા વરસવા લાગ્યા. બસ ત્યારથી ક્યારેય હોળીનો તહેવાર ન ઉજવવાની પ્રતિજ્ઞા કરી ક્ષમા માંગતા માતાને મનાવવામાં આવી. 
 
ભણેલા લોકો પણ માને છે નિયમ 
 
બડે ઘમનામાં રહેનારા અનિલ કુમારે કોલેજનો અભ્યાસ પૂરો કરી બીકોમની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેમને જ્ણાવ્યુ કે અનેક વર્ષ પહેલા જે માતાનો પ્રકોપ ગામમાં આવ્યો એ તેમને તો નહોતો જોયો પણ લગભગ 9-10 વર્ષ પહેલા કેટલાક લોકોને ના પાડી છતા પણ તેઓ ગામમાં રંગ રમી રહ્યા હતા. જ્યાર પછી તેમના શરીર પર ફોલ્લા પડી ગયા. તેમને જણાવ્યુ કે ગામમાં તેમનાથી પણ વધુ ભણેલા લોકો છે પણ અહી કોઈ નિયમ તોડતુ નથી.  આ જ કારણ છે કે બધા પોતાના પૂર્વજોના સમયથી ચાલી આવતી માન્યતાને પૂરા વિશ્વાસથી માને છે અને પાલન પણ કરે છે. 
 
હોમ હવન કર્યુ ત્યારે થયા સ્વસ્થ 
 
બડે ધમનામાં જ રહેનારા નારાયણે લગભગ દસ વર્ષ પહેલાની એ ઘટનાને યાદ કરતા જણાવ્યુ કે કરઈનારાના એક શિક્ષક પોતાના અન્ય બે શિક્ષક સાથે હોળીના દિવસે ગામમાં આવ્યા હતા. તેમણે રંગ ગુલાલ રમવાથી કંઈ નહી થાય એવુ કહીને ગામના લોકોએ ના પાડવા છતા પણ એકબીજાને રંગ લગાવવો શરૂ કર્યો.  આવુ કર્તા જ એ ત્રણેયની તબિયત બગડી ગઈ અને ચેહરા પર દાણા નીકળી આવ્યા. તે એટલા સીરિયસ થઈ ગયા કે તેમનુ બચવુ મુશ્કેલ થઈ ગયુ હતુ. ત્યારે માતા સામે હોમ-હવન કરવામાં આવ્યો અને ત્યારે તેઓ ઠીક થયા. 
 
આ લેખ પરથી લાગે છે કે ભારતમાં હજુ પણ કેટલાક ગામ એવા છે જે જૂની માન્યતાઓ અને જૂની ઘટનાઓથી ગભરાઈને જીવી રહ્યા છે.  રંગ લગાવવાથી ફોલ્લીઓ નીકળવી એની પાછળ વિજ્ઞાન પણ હોઈ શકે છે.  એ ગામનો રંગ ગુલાલ જ એવો હોય કે પછી એ ગામનુ વાતાવરણ પણ એવુ હોઈ શકે.  ખરેખર આવા સ્થાન પર જઈને લોકોને જાગૃત કરવા જોઈએ કે પછી દેવીના ભયના કારણે ગામમાં શાંતિ રાખનારા ગામને નમન કરવુ જોઈએ. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર