હોળી પૂજાનો મહત્વ અને મૂહૂર્ત

ગુરુવાર, 2 માર્ચ 2017 (15:17 IST)
ઘરમાં શુખ-શાંતિ, સમૃદ્ધિ, સંતાન પ્રાપ્તિ વગેરે માટે મહિલાઓ આ દિવસે હોળીની પૂજા કરે છે. હોળિકા દહન માટે આશરે એક મહીના પહેલ તૈયારિઓ શરૂ કરાય છે. કાંટેદાર ઝાડા કે લાકડીઓ એકત્ર કરાય છે પછી હોળીના દિવસે શુભ મૂહૂર્તમાં હોળિકા દહન કરાય છે. 
 
જ્યા શુદ્ધ પ્રેમ અને સ્નેહના પ્રતિક કૃષ્ણની રાસનો અવસર છે તો બીજી બાજુ દહન, ઉત્તમતા(અચ્છાઈ)નો વિજયની પણ પરિચાયક છે. સામુહિક ગીતો રાસરંગ ઉન્મુક્ત વાતાવરણનુ એક રાષ્ટ્રીય ધાર્મિક અને સાંસ્કૃતિક તહેવાર છે.  આ તહેવાર પર ન તો ચૈત્ર જેવી ગરમી છે ન તો પોષ જેવી ઠંડી ન તો અષાઢ જેવી ભીનાશ ને સાવન જેવી ઝરમર બસ વસંતની વિદાય અને મદ્દમસ્ત ઋતુ છે. આપણા દેશમાં આ સદ્દભાવના પર્વ છે. જેમા આખુ વર્ષ વૈમનસ્ય, વિરોધ, વર્ગીકરણ વગેરે ગુલાલના વાદળોથી ઢંકાય જાય છે.  જેને શાલીનતાથી ઉજવવો જોઈએ અભદ્રતાથી નહી. 
હોલિકા-દહનનું મુહૂર્ત 
હોળી 12 માર્ચ 
 
સોમવારે 12 માર્ચના રોજ હોલિકા દહનનુ વિશેષ શુભ સમય સાંજે 6 વાગીને 23 મિનિટથી 8 વાગીને 23 મિનિટ સુધી રહેશે. 
 
ધુળેટી- 13 માર્ચ 
પૂર્ણિમા તિથિ આરંભ- 8.23(11માર્ચ) 
પૂર્ણિમા તિથિ સમાપ્ત -8.23(12માર્ચ) 
 

વેબદુનિયા પર વાંચો