Holi 2025 -હોલિકા દહન પૂજા-વિધિ, પૂજન સામગ્રી અને મહત્વ

બુધવાર, 12 માર્ચ 2025 (11:13 IST)
Holi 2025 - હોળી હિન્દુ ધર્મનો મુખ્ય તહેવારોમાં એક છે. આ તહેવાર ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. હોળીની સાંજે હોલીકાનું પૂજન કરવામાં આવે છે. 
હોલીકાની પૂજન વિધિ-વિધાનથી કરવાથી પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. 
હોળી પર વ્યાપાર, મનગમતી નોકરી, મનગમતું વરદાન માટે કરો આ ટોટકા

ALSO READ: Holika- શું હોલિકા દહનના દિવસે રોટલી ન બનાવવી જોઈએ?
પૂજન સામગ્રીઃ-
રોળી, કાચુ સૂતર, ચોખા, ફૂલ, સાબૂત હળદર, મગ, બતાશા, નારિયળ, છાણાની માળા(નાના-નાના છાણાની માળા) ગુલાલ, નવા ઘઉં, એક પાણીનો લોટા વગેરે.
 
આ રીતે કરો હોળીની પૂજા જાણો સંપૂર્ણ વિધિ 
આ વર્ષે હોળી (13 માર્ચ ) હોળીનું પર્વ છે. હિન્દુ પરંપરા મુજબ હોળીકા દહનથી પહેલા સાંજે હોળીની પૂજા કરી હોળીકા દહન કરવામાં આવે છે. અને બીજા દિવસે ધુળેટી કે રંગવાળી હોળીનું પર્વ હોય છે. 

ALSO READ: Holi Messages and Wishes in Gujarati - તમારા પ્રિયજનો અને મિત્રોને મોકલો હોળીના આ શુભકામના સંદેશ
 
ધર્મ શાસ્ત્ર મુજબ હોળી પૂજા વિધિ-વિધાનથી કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ-શાંતિની સાથે ધન-ધાન્યની પણ કમી નથી રહેતી. 
કાળી હળદરના ટૉટકા હોળી પર સૌથી વધારે અજમાય છે
એક થાળીમાં પૂજાની બધી સામગ્રી લેવી અને સાથે એક પાણીનો લોટો પણ લેવું. ત્યારબાદ હોળી પૂજા સ્થળે પહોંચીને પૂજાની બધી સામગ્રી પર પાણી છાંટવું.

પૂજા કરવા માટે પૂર્વ કે ઉત્તરની મોઢું કરીને બેસવું જોઈએ. પૂજન કરવા માટે રોળી, કાચુ સૂતર, ચોખા, ફૂલ, સાબૂત હળદર, મગ, બતાશા, નારિયળ, છાણાની માળા(નાના-નાના છાણાની માળા) ગુલાલ, નવા ઘઉં વગેરે અને સાથે એક જળનો લોટો રાખવું જોઈએ આ બધા સામગ્રીથી પૂજા કરી. ત્યારબાદ હોલિકાના ચારે તરફ સાત કે પાંચ વાર પરિક્રમા કરવી જોઈએ. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર