હનુમાન ચાલીસામાં બતાવી છે હનુમાનજીના પરાક્રમની વિશેષતાઓ..

સોમવાર, 10 એપ્રિલ 2017 (13:05 IST)
ભગવાન શિવના 11માં રુદ્રાવતાર હનુમાનજીનો અવતરા ભગવાન રામની મદદ માટે થયો હતો. હનુમાન જયંતીના શુભ દિવસ પર તેમની પૂજા કરવાથી બધા પાપોથી મુક્તિ મળે છે અને ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે. 
 
જ્યોતિષિયોની ગણના મુજબ હનુમનાજીનો જન્મ એક કરોડ 85 લાખ 58 હજાર 112 વર્ષ પહેલા ચૈત્ર પૂર્ણિમાના રોજ મંગળવારે થયો હતો. હનુમાનજીની સાધના સરળ છે. હનુમાનજીની પૂજા કરતી વખતે આપણે તન અને મનથી પવિત્ર હોવુ જોઈએ. ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત હનુમના ચાલીસામાં એ ચમત્કારી શક્તિ છે જે આપણા બધા દુ:ખ હરી લે છે.  હનુમાન ચાલીસામાં હનુમાનજીના પરાક્રમની વિશેષતાઓ બતાવી છે.  
 
આ માટે બજરંગ બલીને સિંદૂરી કહેવાય છે.. 
 
એક વાર હનુમાનજીને માતા સીતાને માંગમાં સિંદૂર ભરતા જોયા. તેમણે માતા સીતાને આનુ કારણ પૂછ્યુ તો તેમણે કહ્યુ કે તેઓ પ્રભુ શ્રીરામને ખુશ રાખવા માટે સિંદૂર લગાવે છે.  આ સાંભળીને હનુમાનજીએ સમગ્ર સિંદૂર ખુદ પર ઉડેલી દીધુ. જ્યારે શ્રીરામે તેમને આ રીતે જોયા તો હનુમાનજીએ કહ્યુ કે પ્રભુ મે તમારી પ્રસન્નતા માટે આ કર્યુ છે. 
 

વેબદુનિયા પર વાંચો