9 જુલાઈ રવિવારે ગુરૂપૂર્ણિમા છે. હિન્દુ ધર્મમાં ગુરૂ પૂર્ણિમાનુ વિશેષ મહત્વ છે. આ દિવસે બધા લોકો પોતપોતાના ગુરૂની પૂજા કરીને તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરે છે. કારણ કે એવુ માનવામાં આવે છે કે ગુરૂની કૃપા વગરે ક્યારેય સફળતા મળતી નથી. જ્યોતિષ મુજબ પણ ગુરૂ પૂર્ણિમાનુ વિશેષ મહત્વ છે. જે લોકોની કુંડળીમાં ગુરૂ પ્રતિકૂળ સ્થાન પર હોય છે તેમના જીવનમાં અનેક ઉતાર-ચઢાવ આવે છે. તે લોકો જો ગુરૂ પૂર્ણિમાના દિવસે નીચે લખેલા ઉપાય કરે તો તેમને ઘણો લાભ થાય છે. આ ઉપાય આ પ્રકારના છે.
2. સાધુ બ્રાહ્મણ અને પીપળના વૃક્ષની પૂજા કરો.
3. ગુરૂ પૂર્ણિમાના દિવસે સ્નાનના જળમાં નાગરમોથા નામની વનસ્પતિ નાખીને સ્નાન કરો.
4. પીળા રંગના ફૂલના છોડ તમારા ઘરમાં લગાવો અને પીળા રંગને ભેટમાં આપો.
5. કેળાના બે છોડ વિષ્ણુ ભગવાનના મંદિરમાં લગાવો