આવો જાણીએ આ મુંબઈ સ્પેશયલ ટોમેટો પુલાવની રેસીપી
સામગ્રી - 2 કપ બાસમતી ચોખા, ડુંગળી 1, આદુ લસણનું પેસ્ટ - 2 ચમચી, ટામેટા 3, શિમલા મરચુ-1, પનીર - 1/2 કપ, તાજા લીલા વટાણાં - 1 કપ, ટોમેટો કેચઅપ 1/4 કપ, લાલ મરચું 1/2 ચમચી, હળદર 1/2 ચમચી, પાવભાજી મસાલો 2 ચમચી, તેલ - 2 ચમચી, લીલા ધાણા - 2 ચમચી
બનાવવાની રીત - એક પેનમાં તેલ ગરમ કરો, તેમા લસણની પેસ્ટ નાખો, તેને થોડીવાર ફ્રાય કર્યા પછી તેમા સમારેલી ડુંગળી નાખીને ગોલ્ડન ફ્રાય કરો. ત્યારબાદ તેમા ટામેટા, હળદર, લાલ મરચુ અને પાવભાજી મસાલો છાંટીને ધીમા તાપ પકવો.
- 5 મિનિટ પછી તેમા ટોમેટો કેચઅપ નાખીને 4 મિનિટ વધુ થવા દો. ત્યારબાદ તેમા સમારેલા શિમલા મરચુ, લીલા મરચા, લીલા વટાણાં અને મીઠુ નાખીને 4-5 મિનિટ સુધી થવા દો.