ગાજરનો હલવો

સામગ્રી - 1-2 કપ છીણેલુ ગાજર, 4-5 ચમચી દૂધ, 1 ચમચી ઘી અથવા બટરમ 6-7 ચમચી ખાંડ, 6-7 ચમચી કંડૈસ્ડ મિલ્ક અથવા તાજી મલાઈ. 4-5 ચમચી દૂધનો પાવડર, 2 ચમચી ડ્રાયફ્રૂટસ સમારેલા.

બનાવવાની રીત - સૌ પહેલા માઈક્રોવેવ ઓન કરીને 20 સેકંડ ખાલી ચલાવો જેથી થોડુ ગરમ થઈ જાય. પછી કાચના બાઉલમાં છીણેલુ ગાજર અને દૂધ મિક્સ કરો. તેને 4-5 મિનિટ માઈક્રો કરો. હવે ગ્લાસ બાઉલમાં મુકેલા દૂધને ઘટ્ટ થવા દો. એક ચમચી ઘી, 6-7 ચમચી ખાંડ અને 6-7 ચમચી કંડેનસ્ડ મિલ્ક બાઉલમાં નાખીને ફરીથી 4-5 મિનિટ સુધી ઢાંકીને માઈક્રો કરો. વચ્ચે વચ્ચે માઈક્રોનુ ઢાંકણ ખોલીને મિશ્રણને હલાવતા રહો. ખાંડ પાણી છોડશે તેથી તેને સુકવવુ પણ જરૂરી છે. ટેસ્ટ વધારવા માટે મિલ્ક પાવડર નાખો અને બહાર કાઢીને ડ્રાય-ફ્રૂટ્સથી સજાવો અને સર્વ કરો.

નોંધ - આ જ રીતે દૂધીનો હલવો પણ બની શકે છે.

વેબદુનિયા પર વાંચો