સ્વાદિષ્ટ ગુજરાતી રેસીપી - મેથી ઢેબરા પુરી

શુક્રવાર, 2 ડિસેમ્બર 2016 (14:53 IST)
શરદીની ઋતુમાં લીલી મેથી અને બાજરીનો લોટ બજારમાં મળે છે. આવી ઋતુમા સ્વાદિષ્ટ ગુજરાતી રેસીપી મેથી ઢેબરા પુરી બનાવીને ખાવ 
સામગ્રી - 250 ગ્રામ બાજરીનો લોટ. . 175 ગ્રામ(1.5 કપ) ઘઉનો લોટ. 100 ગ્રામ રવો. 50 ગ્રામ મકાઈનો લોટ. 2 કપ લીલી મેથીના પાન. 1 ચમચી તેલ. અડધી ચમચી જીરુ. 200 ગ્રામ ખાટુ દહી. 1 ચમચી ગોળ. મીઠુ સ્વાદ મુજબ. 4 લીલા મરચા. 1 ઈંચ આદુ. અડધી ચમચી લાલ મરચુ. નાની ચમચી હળદર. તળવા માટે તેલ. 
 
બનાવવાની રીત - બાજરીનો લોટ. ઘઉંનો લોટ. રવો અને મકાઈનો લોટ ચાળીને કોઈ વાસણમાં કાઢી લો. મેથીના પાન ધોઈને ઝીણા સમારી લો. લીલા મરચાના બીજા કાઢીને ઝીણા કાપી લો. આદુને પેસ્ટ બનાવી લો. દહીમાં ગોળ સારી રીતે મિક્સ કરો. લોટની વચ્ચે જગ્યા કરી તેમા ગોળવાળુ દહી. 1 ટેબલ સ્પૂન તેલ અને બધા મસાલા નાખી સારી રીતે મિક્સ કરો. પાણીની મદદથી પુરી જેવો લોટ બાંધી લો. લોટને અડધો કલાક ઢાંકી મુકો. અડધો કલાક પછી સારી રીતે મસળી લો. હવે તેમાંથી લીંબુ જેવડા લૂઆ બનાવી તેલ કે લોટની મદદથી પુરી વણી લો અને તેલમાં તળી લો. આ ગરમા ગરમ પુરી ચા કે ચટણી અથાણા સાથે સર્વ કરો. 

વેબદુનિયા પર વાંચો