સામગ્રી - નાના બટાકા. આદુ. ટામેટા લીલા મરચાં રિફાઈંડ તેલ, જીરુ, હળદર પાવડર, ધાણાજીરુ, ક્રીમ કે મલાઈ, કાજુ, તાજુ દહી. મરચા પાવડર ગરમ મસાલો, લીલા ધાણા, મીઠુ.
બનાવવાની રીત - સૌ પહેલા બટાકા અડધી ચમચી મીઠુ નાખીને ઉકાળી લો. ત્યારબાદ તેને છોલી લો. આખા બટાકામાં કાંટાની મદદથી કાણા કરો. કઢાઈમાં તેલ નાખો અને બટાકાને હલ્કા બ્રાઉન થતા સુધી તળી લો. મિક્સરમાં ટામેટા લીલા મરચાં આદુ અને કાજુ વાટી લો. કઢાઈમાં તેલ નાખી ગરમ કરો. સૌ પહેલા જીરુ નાખો. ત્યારબાદ હળદર પાવડર ધાણા પાવડર અને પછી નાખો ટામેટા કાજુનુ પેસ્ટ અને ક્રીમ. મસાલાને ચમચાથી હલાવતા રહો. જ્યારે મસાલામાંથી તેલ છુટ્ટુ પડે તો તેમા વલોવેલુ દહીં નાખી દો અને હલાવતા રહો. ઉકાળો આવ્યા પછી બટાકા નાખી તો. તમે જેટલો પાતળો કે ઘટ્ટ રસો રાખવા માંગતા હોય તે મુજબ પાણી નાખો.