SIndhi Chhole chaap- સિંધી છોલા ચાપ

ગુરુવાર, 17 ઑક્ટોબર 2024 (14:49 IST)
સિંધી છોલા ચાપ SIndhi Chhole chaap
સામગ્રી
300 ગ્રામ - સફેદ ચણા
3- ડુંગળી (ઝીણી સમારેલી)
1 ચમચી લાલ મરચું પાવડર
2-ટામેટા (ઝીણા સમારેલા)
અડધો ટુકડો આદુ
1- લસણ (નાનું)
5- લીલા મરચા
અડધી ચમચી- ગરમ મસાલો
સ્વાદ મુજબ મીઠું
1/2 ચમચી હળદર પાવડર
3 ચમચી તેલ
 
સિંધી છોલા ચાપની વિધિ
સિંધી છોલે ચાપ બનાવવા માટે સૌથી પહેલા ચણાને પાણીમાં 5-6 કલાક પલાળી દો.
હવે કુકરમાં ચણામાં પાણી અને મીઠું નાખી થોડી વાર ઉકાળો. ચણા બાફ્યા પછી ગેસ બંધ કરી દો.
હવે કૂકરમાં તેલ નાંખો અને તેમાં ડુંગળી ઉમેરો અને તેને લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળો.
 
હવે તેમાં આદુ, ડુંગળી, લસણ, લીલાં મરચાં વગેરે જેવી અન્ય સામગ્રી નાખીને થોડીવાર સંતાળો.
પછી કુકરમાં ચણા અને બીજી બધી સામગ્રી નાખીને એક સીટી વડે પકાવો.
હવે બનને કાપીને પ્લેટમાં મૂકો અને તેની ઉપર ચણા નાખો. પછી ઉપર બધી સામગ્રી નાખીને ગરમા-ગરમ સર્વ કરો.

Edited By- Monica Sahu

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર