ગુજરાતી રેસીપી - સેવ ઉસળ

સામગ્રી  - સુકા વટાણા 250 ગ્રામ, આદુ અને લીલા મરચાનુ પેસ્ટ, ફુદીનો, ડુંગળી બેથી ત્રણ, લવિંગ, ઈલાયચી, મીઠુ પ્રમાણસર, સેવ 200 ગ્રામ, લીંબુ બે થી ત્રણ. 

રીત - વટાણાને પ્રેશર કુકરમા બાફો, ડુંગળીને ઝીણી સમારી લો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ તતડાવી સમારેલી ડુંગળી અને વાટેલા આદુ મરચાનું પેસ્ટ નાખો. આ મિશ્રણ બદામી થાય કે તેમા લાલ મરચુ, હળદર, ધાણાજીરુ અને થોડુંક પાણી ઉમેરી મસાલાને સાંતળો.

મસાલો તેલ છોડે કે તેમા બાફેલા વટાણા નાખો. સ્વાદ મુજબ મીઠુ નાખી, અને જો રસો જાડો હોય તો થોડુ પાણી નાખી ઉકાળો. સારી રીતે ઉકળે ત્યારે તેમા સમારેલા ધાણા અને ફુદીનો ભભરાવો.

પીરસતી વખતે એક વાડકીમા વટાણાની ગ્રેવી લઈને ઉપરથી સેવ અને ડુંગળી નાખી, લીંબૂ નીચોડો અને ગરમા ગરમ સર્વ કરો. સેવ ઉસળ સાથે બ્રેડ પણ સર્વ કરી શકાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર