મીઠુ અને કાળા મરીનો પાવડર સ્વાદ મુજબ
કોર્ન સ્ટાર્ચ પેસ્ટ માટે.
3 મોટી ચમચી કોર્ન સ્ટાર્ચ
2-3 મોટી ચમચી પાણી લો
બનાવવાની વિધિ - સૌ પહેલા ગાજર અને બીન્સને ઝીણા વાટીને સાધારણ બાફી લો. એક બાઉલમાં બાફેલા બટાકા, ગાજર, બીન્સ, શિમલા મરચા, ડુંગળી, લીલા ધાણા, લીલા મરચા, આદુ, ઝીણુ સમારેલુ લસણની કળી, કોર્ન સ્ટાર્ચ, મીઠુ અને કાળા મરીને સારી રીતે મિક્સ કરી લો અને ઠંડુ થવા દો.
હવે બ્રેડ સ્લાઈસને ત્રિકોણ શેપમાં કાપી લો અને તેના પર કોર્ન સ્ટાર્ચ પેસ્ટ લગાવી લો. કોર્ન સ્ટાર્ચ પેસ્ટ લગાવ્યા પછી બ્રેડ પર તૈયાર સ્ટફિંગને સારી રીતે ફેલાવી લો અને હળવા હથે દબાવો અને બીજીવાર ઉપરથી થોડો કોર્ન સ્ટાર્ચ પેસ્ટ લગાવો અને થોડા તિલ ફેલાવી દો. હવે મધ્યમ તાપ પર એક તવો મુકો. જ્યા આ ગરમ થઈ જાય તો તાપ ધીમો કરી દો અને તેના પર એક ચમચી તેલ નાખીને બ્રેડ સ્લાઈસને ફિલિંગવાળી સાઈડ પરથી તવા પર મુકો.