સાઉથ ઈંડિયન રેસીપી - રવા ઉત્તપમ

બુધવાર, 14 ફેબ્રુઆરી 2018 (17:38 IST)
રવા ઉત્તપમ - સાઉથ ઈંડિયન પકવાન ખાવુ પસંદ કરો છો તો આજે અમે તમને રવાના ઉત્તપમ બનાવવાની સરળ વિધિ બતાવીશુ 
જરૂરી સામગ્રી - એક કપ રવો 
એક કપ દહી 
એક ટામેટુ ઝીણુ સમારેલુ 
એક ડુંગળી બારીક સમારેલી 
એક ગાજર છીણેલુ 
એક શિમલા મરચુ ઝીણુ સમારેલુ 
એક ટુકડો આદુ છીણેલો 
બે લીલા મરચા ઝીણા સમારેલા 
એક છીણેલો આદુનો ટુકડો 
બે મોટી ચમચી ધાણા પાન ઝીણા સમારેલા 
પાણી જરૂર મુજબ 
મીઠુ સ્વાદ મુજબ 
તેલ તળવા માટે 
 
બનાવવાની રીત - રવા ઉત્તપમ બનાવવા માટે સૌ પહેલા એક વાસણમાં રવો, દહી અને મીઠુ નાખીને સારી રીતે મિક્સ કરી લો. બૈટર ઘટ્ટ થવાને કારણે થોડુ પાણી પણ મિક્સ કરો અને તેને ઈડલી અને ઢોસાના વૈટરની જેમ તૈયાર કરો. 
- હવે આ મિશ્રણમાં ડુંગળી ટામેટા ગાજર શિમલા મરચા આદુ મરચા ધાણા બધુ થોડુ થોડુ નાખીને મિક્સ કરી લો અને બાકીનુ બચાવી રાખો 
- મીડિયમ તાપ પર એક પેનમાં તેલ ગરમ કરવા માટે મુકો 
- તેલ ગરમ થતા જ પેનમાં મિશ્રણ નાખો. એક મિનિટ પછી બાકીની બચેલી શાકભાજી પણ ઉપરથી નાખી દો અને2 મિનિટ સુધી સેકો 
- હવે થોડુ તેલ છાંટીને તેને પલટાવી દો અને બીજા સાઈડથી પણ સેકી લો. 
- તૈયાર છે રવાનો ગરમાગરમ ઉત્તપમ... 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર