Gujarati Kadhi - ગુજરાતી કઢી

શનિવાર, 17 ફેબ્રુઆરી 2018 (11:38 IST)
સામગ્રી : દહીં -1 કપ,પાણી -2 કપ,ચણાનો લોટ -2 ચમચી ,આદુ - લસણ પેસ્ટ -અડધી મોટી ચમચી, ખાંડ - 1 ચમચી,સ્વાદપ્રમાણે મીઠું,કોથમીર 
 
વઘાર માટે: તજ -1 ઇંચ ટુકડો, લવિંગ 2,સરસોં અડધી ચમચી ,લીમડો  8-10 પાન,હિંગ  1 ચપટી,આખા લાલ મરચાં,જીરું અડધી ચમચી , મેથી અડધી ચમચી,તેલ - 1 ચમચી
 
બનાવવાની  રીત- પાણીમાં ચણાનો લોટ ,આદુ લસણ પેસ્ટ, દહીં, ખાંડ , મીઠું મિક્સ કરી આને ફેંટી એક મિશ્રણ કરી લો. વઘાર માટે બધા સામગ્રીને  ફ્રાય કરો. હવે બેસન  અને દહીંનો મિશ્રણ ઉમેરો. એક ઉકાળો આવતા ધીમા તાપે રાખીને પાંચ મિનિટ માટે ઉકળવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહો. કોથમીર નાખી સર્વ કરો. ગરમા ગરમ કઢી ભાત કે ખીચડી સાથે સર્વ કરો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર