Dahi Tadka- હીંગ દહીં તીખારી

મંગળવાર, 21 મે 2024 (13:35 IST)
સામગ્રી 
દહીં 3 કપ 
2 ડુંગળી 
અડધી ચમચી હીંગ 
2 સમારેલા મરચા 
કોથમીર 
2 ચમચી રાઈ 
2 લસણ 
અડધી ચમચી લાલ મરચા પાઉડર 
ચપટી હળદર 
અડધી ચમચીગરમ મસાલા 
મીઠુ સ્વાદ પ્રમાણે 
 
 
બનાવવાની રીત હીંગ દહીં તીખારી  
દહી તીખારી બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં દહીંને કાઢી લો હવે દહીને સારી રીતે ફેંટવુ. તમે ઈચ્છો તો દહીંને ગ્રાઈંડર જારમાં નાખી સારી રીતે બ્લેંડ કરી શકો છો. દહીંને ફેંટ્યા પછી તેમાં 2 કપ પાણી મિક્સ કરો. હવે ગેસ ઑન કરો અને તેના પર કડાહી રાખો. કડાહી ગરમ થાય ત્યારે તેમાં 2 ચમચી સરસવનું તેલ નાખો. તેલ સહેજ ગરમ થાય એટલે તેલમાં અડધી ચમચી જીરું, 2 બારીક સમારેલા મરચાં, લસણના ટુકડા અને અડધાથી ઓછી ચમચી હિંગ નાખો.
 
 થોડીક સેકંડ પછી હવે તેમાં 2 મોટી સાઈઝની ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો. હવે ડુંગળીને સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. ડુંગળી હળવી તળાઈ જાય એટલે તેમાં અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર અને અડધી ચમચી ગરમ મસાલો નાખો. હવે ડુંગળી સંપૂર્ણપણે શેકાઈ ગઈ છે, હવે આપણે આ મિશ્રણને આપણે તૈયાર કરેલા દહીંના બેટરમાં ઉમેરીશું. હવે દહીંને બરાબર હલાવો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. તૈયાર છે તમારો હીંગ દહીં તડકા.
 
 
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર