વ્રત માટે ફળાહારી બટાકાવડા

મંગળવાર, 18 જુલાઈ 2017 (15:47 IST)
જો વ્રતમાં મુંબઈના મશહૂર બટાટા વડા ખાવા મળી જાય તો શું વાત હોય, તો આવો અમે બનાવતા શીખડાવે છે તમને બટાટા વડા એ પણ ફળાહારી 
જરૂરી સામગ્રી 
4  બટાટા મોટા  
અડધી નાની ચમચી કાળી મરી પાઉડર 
અડધા મોટા ચમચી આમચૂર પાઉડર કે પછી અનાર દાણા 
સ્વાદમુજબ સિંધાલૂણ 
ખીરું બનાવા માટે 
1 કપ રાજગરાના લોટ 
અડ્ધી નાની ચમચી જીરું 
જરૂર પ્રમાણે પાણી 
સિંધાલૂણ સ્વાદમુજબ 
તળવા માટે તેલ 
 
* બટાટાને બાફીને તેની છાલ ઉતારી લો. તેને સ્મેશ કરીને પેસ્ટ બનાવી લો. કાળી મરી અને આમચૂર નાખી મિક્સ કરી લો. 
* હવે આ મિશ્રનના મધ્યમ આકારના વડા બનાવો અને હથેળીથી હળવું દબાવી લો. 
ત્યારબાદ એક વાટકીમાં રજગરાનો લોટમાં અડધી ચમચી જીરું અને સિંધાલૂણ મિક્સ કરો.  પછી તેમાં જરૂર પ્રમાણે પાણી મિક્સ કરી ઘટ્ટ ખીરું તૈયાર કરી લો. 
* હવે એક કડાહીમાં તેલ નાખી ગરમ કરિ તાપને મધ્યમ રાખો. 
* જ્યારે તેલ ગર્મ થઈ જાય તો વડાને ખીરુંમાં લપેટીને તેલમાં નાખો અને સો નેરી થતા સુધી ફ્રાઈ કરો. 
* વડાને કિચન પેપર પર મૂકો. જેથી તેનો વધારે તેલ નિકળી જાય. ગરમા ગરમ બટાટા વડાને નારિયેળની ચટણી સાથે સર્વ કરો.

વેબદુનિયા પર વાંચો