Achari Bhindi Recipe: મસાલાવાળુ શાક ખાવુ પસંદ કરો છો તો ટ્રાય કરો અચારી ભીંડી

શુક્રવાર, 20 મે 2022 (12:38 IST)
અચારી ભિંડી રેસીપી (Achari Bhindi Recipe) ભીંડાનુ શાક ખાવુ મોટાભાગના,  લોકો પસંદ કરે છે. ભીંડા અનેક રીતે બનાવી શકાય છે. આવી જ ભીંડાની એક ફેમસ રેસીપી છે અચારી ભીંડી (Achari Bhindi). જો તમે મસાલેદાર શાક ખાવાના શોખીન છો તો અચારી ભીંડા તમારે માટે જ છે. ઉત્તર અને મઘ્ય ભારતમાં અચારી ભીંડાને રેસીપી સૌથી વધુ બનાવીને ખાવામાં આવે છે. તેને બનાવવા માટે ઘણા મસાલાનો પ્રયોગ કરીને સાથે જ ટામેટાનો પ્રયોગ પણ કરવામાં આવે છે. આ એક એવી ફુડ રેસીપી છે જેને લંચ કે ડિનર કોઈપણ સમયે બનાવીને ખાઈ શકાય છે.  જો તમે ઘરમાં જ અચારી ભીંડા બનાવવા માંગો છો તો અમારી બતાવેલી રેસીપીને ટ્રાય કરો સહેલાઈથી આ ફૂડને બનાવી શકો છો. 
 
અચારી ભીંડી બનાવવા માટેની સામગ્રી
 
ભીંડા - 300 ગ્રામ
ટામેટા - 3
ડુંગળી - 1
મેથીના દાણા - 1/2 ચમચી
આદુ-લસણની પેસ્ટ - 1 ચમચી
લીલા મરચા સમારેલા - 3
લાલ મરચું પાવડર - 1 ચમચી
જીરું પાવડર - 1 ચમચી
ધાણા પાવડર - 1 ચમચી
વરિયાળી - 1/2 ચમચી
આમચુર - 1 ચમચી
ચાટ મસાલો - 1 ચમચી
હળદર - 1/2 ચમચી
તેલ - જરૂર મુજબ
મીઠું - સ્વાદ મુજબ
 
અચારી ભીંડા બનાવવાની રીત - અચારી ભીંડા બનાવવા માટે પહેલા ભીંડાને સારી રીતે ધોઈને કપડાથી કોરા કરી લો. હવે તેને 1 ઈંચ લંબાઈમાં કાપીને મુકી દો. ત્યારબાદ ટામેટાને ઝીણા સમારી લો. એક મિક્સિંગ બાઉલ લો અને તેમા લાલ મરચુ, ધાણાજીરુ, વરિયાળી, ચાટ મસાલો, આમચૂર, હળદર ઉમેરીને બરાબર મિક્સ  કરી લો.  ત્યારબાદ આ મસાલામાં ભીંડા  નાખો અને તેને સારી રીતે મિક્સ કરો. પછી 15 મિનિટ માટે મેરિનેટ કરીને મુકી રાખો.  હવે એક કઢાઈમાં તેલ મૂકીને મધ્યમ તાપ પર ગરમ કરો. 
 
જ્યારે તેલ ગરમ થઈ જાય તો તેમા મેથી દાના અને વરિયાણી નાખીને સેકો. હવે તેમા ઝીણી સમારેલી ડુંગલી નાખીને સોનેરી ફ્રાય કરી લો. આવુ થવામાં 2-3 મિનિટનો સમય લાગશે. હવે કડાહીમાં મૈરિનેટ કરેલા ભીંડા નાખીને ધીમા તાપ પર 5 મિનિટ સુધી થવા દો. ત્યારબાદ તેમા આદુ લસણની પેસ્ટ નાખીને થોડી વાર સીઝવા દો. ત્યારબાદ સમારેલા ટામેટા અને મીઠુ નાખીને સારી રીતે મિક્સ કરીને શાક ઢાંકીને મુકો અને ધીમા તાપ પર થવા દો. છે. તમારુ અચારી ભીંડી મસાલા શાક તૈયાર છે હવે તેને પરાઠા કે રોટલી સાથે સર્વ કરો. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર