dashama No Thal - દશામા ભાવ તણાં ભોજન જમો/ દશામાનો થાળ ધરવાનો

ગુરુવાર, 17 જુલાઈ 2025 (21:57 IST)
દશામા ભાવ તણાં ભોજન જમો
દશામા મૈયા રે, ભાવ તણાં ભોજન જમો રે,
પંબર ધીના, બરફી તણા કંચનપાત્ર ભયાઁ રે. ભોજન...
 
લચપચતા મગસના લાડુ, માખણ મિસરી તણા રે ભોજન.ભોજન...
સૂરણ રતાળુ તળિયા ભાવે, ખમણ પાત્રા પ્રેમે બનાવ્યા,
મધુ-મેવા પકવાન મીઠાઈ, મઘમઘતા છે ભોજન. ભોજન....
અમૃત ભરેલી આ ઝારી, પાવન ગંગાજળથી ભરેલી, ઉપર પાનનાં બીડાં જમો રે, લવિંગ એલચી, સોપારી રે. ભોજન...
દશામા જલદી જમવા આવોને
દેશામાં જલદી જમવા આવોને, માડી જમવા આવોને, સાત દિવસના સાત ભોજનિયાં મૈયા જલદી જમવા આવોને...
સોમવારે શિખંડ-પૂરી, મૈયા જલદી જમવા આવોને...
બુધવારે બરફી-જલેબી, મૈયા જલદી જમવા આવોને...
 
ગુરુવારે દૂધપાક-પૂરી, મૈયા જલદી જમવા આવોને...
શુક્રવારે શીરો-પૂરી, મૈયા જલદી જમવા આવોને...
 
શનિવારે ધારી-પૂરી, મૈયા જલદી જમવા આવોને...
રવિવારે રસ ને રોટલી, મૈયા જલદી જમત્રી આવોને...
ભક્ત તણી વિનંતી સુણી, દશામા દ્વારકાથી આવ્યાં રે સાત દિવસનાં સાત ભોજનિયાં, દશાળાંએ પ્રેમથી આરોગિયાં રે...

 
 
દશામા ચાલે ધીરે ધીરે
સોનલ ગરબો શીરે, દશામા ચાલે પીરે ધીરે રૂપલા ગરબો શીરે, દશામા ચાલે ધીરે ધીરે....
લટકે ને મટકે રાસ રમે છે, પાંચાળીના તીરે દશામા ચાલે ધીરે ધીરે....
સોળે શણગારે શોભા વધે છે, હાર હીરાનાં હૈયે દશામા ચાલે ધીરે ધીરે.....
સખીઓ સંગાથે કેવાં ઘૂમે છે, ફરરર ફુદડી ફરે દશામા ચાલે ધીરે ધીરે.....
અત્તર સુગંધી કેવા ઊડે છે, મહેંકે ગુલાબના નીચે, દશામા ચાલે ધીરે ધીરે...
બંસરી વીણા સૂર પૂરે છે, મૃદંગ વાગે છે પીરે, દશામા ચાલે ધીરે ધીરે....
દશામાની છડી
સોને કી છડી, રૂપે કી મશાલ જરિયનના જામવાળી, ચાચરના ચોકવાળી ચુંવાળના ગોખવાળી, આરાસુરના ગબ્બરના ગોખવાળી
પાવાગઢના પહાડવાળી, દામાજીરાવની પત પૂજેલી સુરથ વૈશ્યની સંભાળ લેનારી, સપ્તદીપની સપ્ત ચંડિકા નવખંડની નારાયણી નવદુર્ગા, મા દશા ઈશ્વરી ભોળી ભવાની, તેત્રીસ કોટિ દેવતાની દેવી યોગીઓની યોગમાયા, ચૌદ ભુવનની ભુવનેશ્વરી શ્રી દશામાને ઘણી ખમ્મા, શ્રી દશામાને ઘણી ખમ્મા
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર