Chapati balls: ઘણીવાર લંચ કે ડિનરમાં બનાવવામાં આવતી રોટલીઓ બચી જાય છે. જેને બીજા દિવસે મોટાભાગની મહિલાઓ વાસી સમજીને ફેંકી દે છે. પણ શુ તમે જાણો છો કે ખાવામાં બચેલી આ રોટલીઓમાંથી તમે એક જુદો, હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો. જેને ઘરના બાળકોથી લઈને વડીલો સુધી ખાવામાં ખૂબ પસંદ કરશે. આ નાસ્તાની ખાસિયત એ છે કે આ માત્ર 15 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. તો આવો જાણીએ ચપાતી બોલ્સ બનાવવાની વિધિ.
- 1/2 ચમચી લાલ મરચું પાવડર
- 1/2 ચમચી કાળા મરી
- સ્વાદ અનુસાર મીઠું
ચપાતી બોલ્સ બનાવવાની રીત- ચપાતીના બોલ્સ બનાવવા માટે સૌથી પહેલા બધી રોટલીના નાના ટુકડા કરી લો. હવે આ રોટલીના ટુકડાને એક બાઉલમાં નાંખો, તેમાં ચારથી પાંચ ચમચી પાણી ઉમેરો અને તેને સારી રીતે ભીની કરીને મેશ કરો.
હવે આ બાઉલમાં છીણેલી ડુંગલી, શિમલા મરચા, ગાજર, લીલા ધાણા, મીઠુ, લાલ મરચુ અને કાળા મરી નાખીને બધી વસ્તુઓ સારી રીતે મિક્સ કરી લો. એકવાર લોટ સારી રીતે બંધાય જાય પછી તેના નાના નાના ગોળા બનાવીને તેલમાં ગોલ્ડન રંગ થતા સુધી ફ્રાઈ કરી લો. તમારા ક્રિસ્પી ચપાતી બોલ્સ બનીને તૈયાર છે. હવે તેને ચટણી કે સોસ સાથે ગરમા ગરમ સર્વ કરો.