અમદાવાદમાં AMTS બસે અકસ્માત સર્જીને લીધો બેનો ભોગ

શુક્રવાર, 19 ઑગસ્ટ 2016 (13:13 IST)
રક્ષાબંધનના દિવસે જ નહેરુબ્રિજ ચાર રસ્તાએ સાંજે એક પછી એક પાંચ વાહનો વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં બે યુવાનોના કરુણ મોત નિપજ્યા છે. તેમજ ચાર જણાને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. આશ્રમ રોડ પર એચકે કોલેજ બાજુથી વીએસ હોસ્પિટલ તરફના રોડે જઈ રહેલી એક આઈ-10 કારને નહેરુબ્રિજનો ઢાળ ઉતરી રહેલી એએમટીએસની બસે ટક્કર મારતા અકસ્માત થયો હતો.

બંને વાહન ઉપરાંત કારની બાજુમાંથી જઈ રહેલું બાઈક ઢસડાઈને સામેની તરફ ધકેલાયું હતું, જ્યાં વીએસ બાજુના રોડેથી ઈન્કમટેક્સ તરફ જઈ રહેલી એસટી બસ પણ આ વાહનો સાથે અથડાઈ હતી અને એસટી બસની પાછળ આવી રહેલું એક્ટિવા તેમાં ઘૂસી ગયું હતું.રસ્તાઉપર માતેલા સાંઢની જેમ દોડતી એએમટીએસની બસને કારણે અનેક અકસ્માત સર્જાયા છે ત્યારે ગુરુવારે પણ નહેરુબ્રિજ ચારરસ્તા પાસે એએમટીએસના ડ્રાઇવરે ગમખ્વાર અકસ્માત સર્જી બે વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધા હતા. બ્રેક ફેલ થવાને કારણે અરસ્માત સર્જાયો હોવાનું કહેતાં મહેતાએ ઉમેર્યું હતું કે તેને ચાર્જશીટ અપાશે તેમજ પોલીસનાં રિપોર્ટને આધારે તેનાં ગુણદોષ નક્કી કરીને શિક્ષા કરવામાં આવશે.  



વેબદુનિયા પર વાંચો