અમિત શાહ અમદાવાદ પહોંચ્યા ભાજપ કાર્યાલય કમલમ જઈને ધારાસભ્યો સાથે બેઠક યોજશે

ગુરુવાર, 4 ઑગસ્ટ 2016 (14:06 IST)
આનંદીબહેન પટેલના સ્વૈચ્છિક રાજીનામાં બાદ રાજ્યના મુખ્યમંત્રી કોણએ પ્રશ્ન સૌ કોઇના મુખ પર છે. ત્યારે રાજ્યના આરોગ્યમંત્રી અને મહેસાણાના ધારાસભ્ય, પ્રવકતા, મંત્રી નિતિન પટેનુ નામ ચર્ચામાં અન્ય નામો કરતા અગ્રેસર છે. બીજી તરફ નિતિન પટેલ પાટીદાર છે. પાટીદાર અનામત આંદોલનની સાથે સારી રીતે ડીલ કરી શકાશે તેવી પક્ષની ગણતરી છે. ભાજપમાં રાજકિય ગતિવીધીઓ તેજ થઇ છે. ભાજપના પ્રભારીની બેઠકના દોર બાદ આજે ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ આવી ગયા છે. તેઓ આજે કોબા સ્થિત કમલમ કાર્યાલયમાં ભાજપના ધારાસભ્યો સાથે બેઠક કરશે, અને મુખ્યપ્રધાનના નામ પર સહમતિ મેળવશે. 

 સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કેદ્રીય પ્રધાન નીતિન ગડકરી અને ભાજપના નેતા સરોજ પાંડે પણ ભાજપના કેદ્રીય પર્યવેક્ષક તરીકે આજે ગુજરાત આવી રહ્યા છે. ગુજરાત ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં નવા મુખ્યપ્રધાનની પસંદગી કરવામાં આવશે. તમામ સાથે ચર્ચાવિચારણા કરીને ગુજરાતના નવા મુખ્યપ્રધાનની પસંદગી કરવામાં આવશે. વેંકૈયા નાયડુએ કહ્યુ છે કે ભાજપનો જનાધાર દિવસેને દિવસે વધી રહ્યો છે. અમિત શાહના નેતૃત્વમાં ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી બન્યું છે. મળતી માહિતી મુજબ ગુજરાતના નવા મુખ્યપ્રધાન પાંચમી ઓગસ્ટે શપથગ્રહણ કરે તેવી શકયતા છે.  હવે ગુજરાતના સીએમ કોણ બનશે તેના પર દરેક ગુજરાતીની નજર છે. કોણ હવે ગુજરાતની ધુરા સંભાળશે? આંનદીબહેને આજે રાજ્યપાલને રાજીનામું સોંપી દીધું છે, ત્યારે કોણ હશે ગુજરાતનો નાથ.

વેબદુનિયા પર વાંચો