145 કિલોની ભાખરીને ગિનિસ બુકમાં સ્થાન

શનિવાર, 30 માર્ચ 2013 (16:13 IST)
P.R

જામનગર વધુ એક વખત વૈશ્વિકસ્તરે ચમક્યું છે. દગડુ શેઠ ગણપતિ સાર્વજનિક સમિતિએ બનાવેલી 145 કિલો વજનની ભાખરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. શહેરના બાલા હનુમાન મંદિરે ચાલતી અખંડ રામધૂન અને જલારામ બાપાના રોટલાને કારણે છોટીકાશીની વૈશ્વિકસ્તરે નોંધ લેવાઇ છે. ત્યારે પુન: એક વખત હાલારની વિશ્વએ નોંધ લેવાની ફરજ પડી છે.

ગત 22 સપ્ટેમ્બર-2012ના ગણપતિ મહોત્સવ દરમિયાન દગડુ શેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવ સમિતિએ 10 બાય 10 ફૂટની 145 કિલો વજનની મોટી ભાખરી બનાવી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં વિશ્વની સૌથી મોટી ભાખરીની દાવેદારી તરીકે મોકલી હતી.

આ જમ્બો ભાખરી બનાવવામાં 104 કિલો ઘઉંનો લોટ, 18 કિલો તેલ, 4 કિલો શુદ્ધ ઘી, 42 લીટર પાણીનો વપરાશ થયો છે.

વેબદુનિયા પર વાંચો