વૃદ્ધોના સહાલે હેલ્પમેટ ફેમિલી, એક દિવસની પિકનીક અને ધાર્મિક યાત્રાનું અદ્ભૂત આયોજન

શનિવાર, 13 ઑગસ્ટ 2016 (15:50 IST)
હેલ્પમેટ ફાઉન્ડેશન દ્વારા એક એનોખો સેવા યજ્ઞ શરૂ કરાયો હતો. આ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદની સોલા ભાગવત વિદ્યાપીઠમાં આવેલા વડીલ નિવાસ વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધજનોને યાત્રાએ લઈ જવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ફાઉન્ડેશનના સભ્યોનું માનવું છે કે વૃદ્ધાશ્રમમાં રહેતા લોકો એકલવાયું જીવન ગુજારતા હોય છે તેઓને હૂંફ અને આશરો મળે તે માટે આ સેવા યાત્રા શરૂ કરવામાં આવી હતી. આપણી સોશિયલ મીડિયા પોકેમોન ગો જેવી ગેમ પાછળ પાગલ છે પણ આ લોકોની સંભાળ લેવા માટે આગળ આવનારૂ કોઈ નથી. વૃદ્ધાશ્રમમાં રહેતા લોકોની વાતને તેમના સંતાનો પણ ધ્યાને લેતા નથી. ત્યારે આવા વૃદ્ધ અને સંસારમાં એકલા પડી ગયેલા લોકોની આંગળી પકડીને તેમનો સથવારો આપવાનું કામ હેલ્પમેટ ફેમિલી દ્વારા કરવામાં આવ્યું છે. આ અંતર્ગત આ લોકોને એક દિવસની પિકનીક અને ધાર્મિક યાત્રાએ લઈ જવાનું આયોજન હાથ ધરાયું હતું. જે સરસ રીતે સંપન્ન પણ થયું હતું. આ યાત્રામાં જનાર વૃદ્ધોમાં જે ઉત્સાહ હતો તે ખરેખર આપણી યુવા પેઢીમાં ક્યારેય નહીં જોવા મળ્યો હોય.

વેબદુનિયા પર વાંચો