મધ્યપ્રદેશના ઈન્દોરમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ (જુઓ ફોટા)

બુધવાર, 5 ઑગસ્ટ 2015 (12:10 IST)
ઈન્દોરમાં મંગળવારે રાત્રે થયેલ ભારે વરસાદથી પૂરની સ્થિતિ ઉભી થઈ ગઈ.  શહેરમાં સાત કલાકમાં સાઢા સાત ઈંચ પાણી વરસી ગયુ.  અઢી વાગ્યે વરસાદ બંધ થયા પછી લોકોએ રાહતની શ્વાસ લીધી. 
 
ભારે વરસાદને કારણે શહેરના બધા નદી-નાળા ઉભરાય ગયા છે. અનેક સ્થાનો પર રસ્તાઓ પર આઠ ફીટ પાણી ભરાય ગયુ.  અનેક ઘરોમાં પૂરનું પાણી ઘુસી ગયુ. જેને કારણે પ્રશાસનને રાત્રે જ પરિસ્થિતિ સાચવી અને લોકોને તરત જ સુરક્ષિત સ્થળ સુધી પહોચાડ્યા. 

રસ્તા બન્યા તળાવ - ભારે વરસાદને કારણે જોત જોતામાં રસ્તાઓ તળાવ બની ગયા. બીઆરટીએસ સંપૂર્ણ રીતે પાણીમાં ડૂબી ગયો. એમજી રોડ છોટી ગ્વાલટોલી દ્વારકાપુરી ગોરાકુંડ ટોરી કોર્નર લોહાર પટ્ટી નલિયા બાખલ માલગંજ ચારરસ્તા પર પણ પૂર જેવી હાલત બની ગઈ. મોટી સંખ્યામાં ટૂ વ્હીલર પાણીમાં ડૂબી ગયા. શહેરમાં ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યુ હતુ અને બધા લોકો જાણે વરસાદ બંધ હોવાની પ્રાર્થના કરી રહ્યા હતા.
 
 

શાળામાં રજા - મોસમ વિભાગે આજે પણ શહેરમાં ભારે વરસાદની ચેતાવણી આપી છે. કલેક્ટર પી નરહરિએ રાત્રે થયેલ જોરદાર વરસાદ પછી હાલત બગડતા જોતા શાળાઓમાં રજા જાહેર કરી દીધી છે. 

ઘરોમાં પાણી.. લોકો અગાશી પર - શહેરમાં અનેક સ્થળો પર ઘરમાં પાણી ઘુસવાથી વરસતા પાણીમાં લોકો છત પર શરણ લીધી પડી. પ્રશાસને આ લોકોની મદદની ભરપૂર કોશિશ કરી પણ વરસાદથી રાહત કાર્યોમાં પણ અવરોધ આવ્યો.

વેબદુનિયા પર વાંચો