બુખારીએ શરીફને આમંત્રણ મોકલ્યુ... મોદીને ન બોલાવ્યા

ગુરુવાર, 30 ઑક્ટોબર 2014 (13:24 IST)
જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહમદ બુખારીને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાના મહેમાન બનાવવા હાલ મંજુર નથી. તેમણે પોતાના નાના પુત્ર સૈયદ શાબાન બુખારી(19)ને પોતાના જાનશીન એલન કર્યા છે. 22 નવેમ્બરન અરોજ દસ્તારબંદીની રસ્મ સાથે તેમણે નાયબ ઈમામ જાહેર કરવામાં આવશે.  દસ્તારબંદી રસ્મમાં જોડાનારા મેહમાનોની તેમની લિસ્ટમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફનુ તો નામ છે પણ મોદીનુ નામ નથી.  
 
જેનુ કારણ પુછતા બુખારી કહે છે કે દેશના મુસલમાન અત્યાર સુધી મોદી સાથે જોડાય શક્યા નથી. નવા ઈમામની તાજપોશીના કાર્યક્રમમાં બીજેપીના ચાર નેતાઓ ગૃહ મંત્રી રાજનાથ સિંહ, સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન, બીજેપી પ્રવક્તા શાહનવાઝ હુસૈન અને રાજ્યસભા સાંસદ વિજય ગોયલને આમંત્રણ આપવામાં આવ્યુ છે. તેમણે જણાવ્યુ કે શરીફનુ આવવુ મુશ્કેલ છે.  તેમની તરફથી ભારતમાં પાકના ઉચ્ચાયુક્ત અબ્દુલ બાસિત આવશે.  આ ઉપરાંત સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અભિષેક મનુ સિંઘવી, એસપી મુખિયા મુલાયમ સિંહ યાદવ અને સીએમ અખિલેશ યાદવ પણ મેહમાનોની લિસ્ટમાં છે.  
 
કાર્યક્રમ મુજબ 22 નવેમ્બરના રોજ દસ્તારબંદી થશે. એ રાત્રે અને 25 નવેમ્બરના રોજ ખાસ મહેમાનો ને દિલ્હીવાલાઓ માટે ડિનર છે. 29 નવેમ્બરના રોજ અનેક દેશોના રાજનાયક અને દિગ્ગજ રાજકારણીય હસ્તિયો જોડાહે. પીએમ નરેન્દ્ર મોદીને ન બોલાવવાના સવાલ પર અહમદ બુખારી કહે છે કે તેઓ મુસલમાનોના પ્રતિકોનો પણ ઉપયોગ કરવાથી દૂર રહે છે. તેમના આ વલણને કારણે મુસલમાનો તેમની સાથે નથી જોડાય શક્યા.  પીએમે મુસલમાનોમાં વિશ્વાસ જગાવવા માટે આગળ આવવુ જોઈએ.  
 
આલીશન જામા મસ્જિદ  1656માં તૈયાર થઈ હતી. મસ્જિદમાં પહેલી નમાજ 24 જુલાઈ 1656 ના રોજ સોમવારે ઈદના અવસર પર થઈ હતી. નમાજ પછી ઈમામ ગુફર શાહ બુખારીને બાદશાહની તરફથી મોકલાયેલ ખિલઅત (લિબાસ નએ દોશાલા) આપવામાં આવી અને શાહી ઈમામનો ખિતાબ આપવામાં આવ્યો. ત્યારથી શાહી ઈમામની આ રવાયત કાયમ છે.  
 

વેબદુનિયા પર વાંચો