બિહારમાં દારૂ બેન થવાથી લોકો પહોંચી રહ્યા છે હોસ્પિટલ, દારૂ ન મળવાથી લોકો સાબુ ખાવા પણ લાગ્યા

બુધવાર, 6 એપ્રિલ 2016 (11:01 IST)
બિહારમાં નીતીશ કુમારે દારૂ પર સંપૂર્ણ રીતે રોક લગાવી દીધી છે. મંગળવારથી નિર્ણય લાગૂ થઈ ગયો. હવે કોઈપણ વ્યક્તિ રાજ્યમાં દેશી-વિદેશી દારૂ ખરીદ, વેચાણ કે પી શકતા નથી. નિર્ણયનું મહિલાઓએ સ્વાગત કર્યુ છે. દારૂ પર બેનથી રોજ પીનારાઓ પરેશાન છે. દારૂ ન મળવાથી કેટલાક લોકો બીમાર થવા માંડ્યા છે. અનેક   લોકોને હોસ્પિટલમાં એડમિટ પણ કરાવવુ પડ્યુ. એટલુ જ નહી દારૂ નહી મળવાથી અનેક લોકો સાબુ ખાવા પણ લાગ્યા છે.ઋષિ કપૂરે પણ નીતીશ સરકારના  આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યુ કે દારૂ બેનની પોલિસી સફળ થઈ નથી. 
 
 મુઝફફરપુરના આર્મી કેન્‍ટીનમાં પણ ગઇકાલે દારૂ નહોતો મળ્‍યો. નિવૃત ફોજીઓ મોટી સંખ્યામાં ત્યા દારૂ લેવા ઉમટી પડયા હતા અને ત્‍યાં દારૂ નહી મળતા હંગામો કર્યો હતો. ગમે તેમ કરીને તેમને સમજાવાયા હતા. જો કે સરકારે કહ્યુ છે કે, આર્મી કેન્ટીમાં પહેલાની જેમ દારૂ મળતો રહેશે.
 

વેબદુનિયા પર વાંચો