બ્રેકિંગ ન્યુઝ - ભારત-પાક સીમા ડિસેમ્બર 2018 સુધી સીલ કરી દેવામાં આવશે

શુક્રવાર, 7 ઑક્ટોબર 2016 (14:07 IST)
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ પાકિસ્તાનની સાથે ચાલે રહેલ તણાવ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા સાથે જોડાયેલ ચાર રાજ્યોમાં વર્તમાન સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે આજે જૈસલમેર પહોંચ્યા. પાકિસ્તાન સાથે લાગેલ ચાર ભારતીય રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સુરક્ષાને લઈને બેઠક પછી રાજનાથ સિંહે કહ્યુ કે ડિસેમ્બર 2018 સુધી ભારત-પાક સીમાને સીલ કરી દેવામાં આવશે. 
 
રાજનાથે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યુ કે સીમાને સીલ કરવાનુ કાર્ય નક્કી સમયમાં પુરૂ કરી લેવામાં આવશે. તેમણે કહ્યુ કે આ કામની પૂરી મૉનટરિંગ પણ કરવામાં આવશે. 
 
રાજનાથે  સર્જિકલ સ્ટ્રાઈક પર પૂછાયેલા સવાલ પર કહ્યુ કે દેશવાસીઓને સેના પર વિશ્વાસ છે અને દેશની સુરક્ષા પર ક્યારેય આંચ નહી આવે. તેમણે કહ્યુ કે જે રીતે ખેડૂત પોતાના પાકની રખેવાળી કરે છે એ જ રીતે સેના પણ દેશની રખેવાળી કરે છે. 
 
જો કે રાજનાથે રાહુલના લોહીની દલાલીવાળા નિવેદન પર કશુ પણ બોલવાની ના પાડી દીધી. તેમણે કહ્યુ કે દેશ સામે પડકાર હોય તો બધાએ એક થવુ જોઈએ. હાલ ભારત-પાક વચ્ચે ટેંશન વધ્યુ છે. આવામાં બધાએ સંયમથી કામ લેવુ જોઈએ. 
 
ઉલ્લેખનીય છે કે જૈસલમેર પહોંચેલ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાન સાથે ચાલી રહેલ તનાવ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા સાથે જોડાયેલ ચાર રાજ્યોમાં વર્તમાન સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે આજે ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી. રાજનાથ 7 અને 8 ઓક્ટોબરમાં રહેશે. રાજનાથ રાજસ્થાનના સીમા પર આવેલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવા પહોંચ્યા હતા.  

વેબદુનિયા પર વાંચો