સુપ્રીમ કોર્ટની પ્રધાનમંત્રી-મુખ્યમંત્રીઓને સલાહ, આરોપીઓનો કેબિનેટમાં સમાવેશ ન કરે

બુધવાર, 27 ઑગસ્ટ 2014 (11:34 IST)
આરોપીઓ દ્વારા મંત્રી બનવા બાબતે સુપ્રીમ કોર્ટે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીઓને સલાહ આપી છે. કોર્ટે કહ્યુ કે પીએમ અને સીએમ આરોપીઓને કેબિનેટમાં સામેલ ન કરે. જો કે સુપ્રીમ કોર્ટે આરોપી મંત્રીની નિમણૂંકને રદ્દ કરવાનો ઈંકાર કરતા કહ્યુ કે કોઈને મંત્રી બનાવવા એ પ્રધાનમંત્રીનો વિશેષાધિકાર છે. અમે આ સંબંધમં કોઈ આદેશ નથી આપી શકતા. 
 
દેશના પાંચ વરિષ્ઠ જજોની પીઠે કહ્યુ, કોઈની નિમણૂંકને રદ્દ નથી કરી શકાતી. જોકે પ્રધાનમંત્રી તરફથી આશા કરવામાં આવી રહી છે કે તેઓ કોઈ આરોપી વ્યક્તિને પોતાના મંત્રીમંડળમાં સામેલ નહી કરે. સુર્પીમ કોર્ટની આ સલાહ 2004ની એક અરજી પર સુનાવણી દરમિયાન આવી. 
 
આ અરજીમાં તત્કાલીન યુપીએ સરકારના મંત્રી લાલુ પ્રસાદ યાદવ, મોહમ્મદ તસલીમુદ્દીન, ફાતમી અને જય પ્રકાશ યાદવને હટાવવાની માંગ કરવામાં આવી હતી. પહેલા તો આ અરજીને રદ્દ કરવામાં આવી. પછી સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક બેંચે આ અરજીને મંજૂર કરી લીધી. 
 
કેસની સુનાવણી દરમિયાન કેન્દ્રએ કહ્યુ હતુ કે કોઈપણ મંત્રીને તેના પદ પરથી હટાવવા સંસદના સંવૈધાનિક વિશેષાધિકારમાં આવે છે. કોઈપણ સાંસદને મંત્રી બનાવવાનો નિર્ણય પ્રધાનમંત્રીની પાસે હોય છે.  
 
ઉલ્લેખનીય છેકે વર્તમાન એનડીએ સરકારમાં 14 મંત્રીઓ વિરુદ્ધ અપરાધિક કેસ નોંધાયેલ છે. જળ સંસાધન મંત્રી ઉમા ભારતી વિરુદ્ધ કુલ 13 કેસ છે. જેમા બે કેસમાં હત્યા અને 6 કેસ રમખાણો સંબંધિત છે. માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરી વિરુદ્ધ પણ ચાર કેસ નોંધાયેલા છે. 

વેબદુનિયા પર વાંચો