સસ્તી સિદ્ધપુરની યાત્રાઃ 200 રૂપિયામાં કરો કેદારનાથની યાત્રા

શુક્રવાર, 24 એપ્રિલ 2015 (16:32 IST)
ચાલતા કેદારનાથની યાત્રા આ વર્ષે એકદમ સસ્તી થઈ છે. માત્ર 200 રૂપિયામાં તમે કેદારનાથની યાત્રા કરી શકશો. 200 રૂપિયામાં તીર્થયાત્રીને એક સમયનો નાસ્તો, ત્રણ વાર જમવાનુ અને ટેંટમાં રાત્રી પસાર કરવાની સુવિધા મળશે. આટલા સસ્તામાં કેદરનાથીની યાત્રા પહેલા ક્યારે નહોતી. જો કે આ ભાવ ઘટાડવાનું કારણ કેદારનાથ દુર્ઘટનાં બાદ ઘટી ગીયેલા પ્રવાસીઓને આકર્ષીત કરવા માટેની છે. અત્રે ઉલ્લેખીય છે કે કેદારનાખ દુર્ઘટનાં બાદ હાલ લોકોમાં કેદારનાથ અને ઉત્તરાખંડ જવા નથી માંગતા.

જો તમે પ્રી-ફેબ્રિકેટેડ હટ્સમાં રાત પસાર કરવા માગો છો તો પછી તમારા ખિસ્સામાં 300 રૂપિયા હોવા જોઈએ. એટલે 200થી 300માં તમે આરામદાયક વ્યવસ્થા અને જમવામાં વિવિધ વાનગીઓનો આનંદ પણ લઈ શકો છો અને બાબા કેદારનાથનાં દર્શનનું પુણ્યનાં ભાગીદાર બની શકો છો.

આ અગાઉ આ સુવિધાઓ માટે તમારે 1થી 3000 સુધી ચુકવવા પડતા હતા પરંતુ આ વખતે
જીએમવીએન દ્વારા સસ્તા દરે તીર્થયાત્રિઓને જમવાની વ્યવસ્થા આપવામાં આવી રહી છે અને અત્યાધુનિક ટેંટમાં રાત પસાર કરવાનું સામાન્ય ભાડૂ વસુલવામાં આવી રહ્યું છે. તો આ વખતે સસ્તામાં કરો કેદારનાથ ધામ યાત્રા.

વેબદુનિયા પર વાંચો