સંતોએ કર્યો પ્રસ્તાવ પાસ, મંદિરોમાંથી સાંઈની મૂર્તિ હટાવાશે અને એક મહિનામાં બનશે રામ મંદિર

મંગળવાર, 26 ઑગસ્ટ 2014 (12:53 IST)
સંતોની ધર્મ સંસદમાં વિવાદાસ્પદ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યા છે. છત્તીસગઢના કર્વર્ધામાં સોમવારે થયેલ ધર્મ સંસદમાં સંતોએ નક્કી કર્યુ કે મંદિરોમાંથી સાંઈની મૂર્તિઓ હટાવવામાં આવશે. સાથે જ એક મહિનામાં અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો પ્રસ્તાવ પણ પાસ કરવામાં આવ્યો છે.  
 
ધર્મ સંસદમાં સંતોએ સાંઈને ભગવાનને દૂર સંત કે ગુરૂ માનવાથી પણ ઈંકાર કરી દીધો. ધર્મ સંસદ તરફથી પ્રસ્તાવ પાસ થયા બાદ મંદિરોમાંથી સાંઈની મૂર્તિઓ હટાવવાની પ્રક્રિયા ક્યારથી શરૂ થશે. થશે કે નહી એ હજુ સ્પષ્ટ થયુ નથી. 
 
આ પહેલા ધર્મ સંસદ દરમિયાન શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી અને શિરડીના સાંઈ બાબાના અનુયાયી એકબીજા સાથે બાથે વળગ્યા. સમાચાર મુજબ સાંઈના બે અનુયાયી ધર્મસંસદના આયોજન સ્થળ પર પહોંચ્યા. સાઈના સમર્થક સાંઈ પર થનારી ચર્ચા પર પોતાના વિચાર મુકવા માટે આવ્યા હતા અને તેમણે શંકરાચાર્યને લઈને સવાલ કર્યા. જેના પર શંકરાચાર્યના અનુયાયી ભડકી ગયા. 

વેબદુનિયા પર વાંચો