રાજ ઠાકરેની પુત્રી ઉર્વશીએ મોદી પર કરી આપત્તિજનક ટિપ્પણી

ગુરુવાર, 20 નવેમ્બર 2014 (14:42 IST)
મનસે પ્રમુખ રાજ ઠાકરેની પુત્રી ઉર્વશી ઠાકરે વિવાદિત ટ્વીટ્સને કારણે ચર્ચામાં આવી ગઈ છે. ઉર્વશીના ટ્વિટર હેંડલ પરથી ડો. ભીમ રાવ આંબેડકર વિરુદ્ધ આપત્તિજનક ટ્વીટ કરવામાં આવ્યુ છ્ ટ્વિટર હેંડલ પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ પણ આપત્તિજનક નિવેદન કરવામાં આવ્યુ છે. 
 
જો કે મનસેનુ કહેવુ છેકે રાજ ઠાકરેએ પુત્ર અમિત અને પુત્રી ઉર્વશીના નામનુ ખોટા ટ્વિટર એકાઉંટ ચલાવવામાં આવી રહ્યા છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે આ અંગેની તપાસ શરૂ કરી દીધી છે. ઉર્વશીએ ટ્વિટર હેંડલ પરથી રામપાલ વિરુદ્ધ કરવામાં આવેલ કાર્યવાહીને ખોટી બતાવી છે. 
 
રામપાલને લઈને કરવામાં આવેલ પોસ્ટમાં કહેવામાં આવ્યુ છેકે રામપાલના આશ્રમ પર હુમલો એક વધુ ઓપરેશન બ્લુસ્ટાર છે. જો એ ચાલુ રહ્યુ તો આપણે એક વધુ પ્રધાનમંત્રી ગુમાવી શકીએ છીએ.  
 
ડો. આબેડકરને લઈને કરવામાં આવેલ ટ્વીટમાં કહેવામાં આવ્યુ કે ડો. આબેડકર પાસેથી ભારત રત્ન છીનવી લેવો જોઈએ. તેમણે બીજા દેશોના સંવિધાનોમાંથી ચોરી કરીને ભારતનું સંવિધાન બનાવ્યુ. ઉર્વશી ઠાકરેના ટ્વિટર હેંડલ પરથી ડો. આંબેડકર વિરુદ્ધ જાતીય ટિપ્પણી પણ કરવામાં આવી. 
 
જો કે મનસેનુ કહેવુ છે કે ઉર્વશી ઠાકરેના નામથી ચલાવાય રહેલ ટ્વિટર એકાઉંટ ખોટુ છે.  મનસે કાર્યકર્તા સચિન મોરેએ આ સંબંધમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ કરી છે. પોલીસનુ કહેવુ છે કે આ અંગેની તપાસ શરૂ કરવામાં આવી ચુકી છે. 
 
ક્રાઈમ બ્રાંચના ડીસીપી ઘનંજય કુલકર્ણીએ જણાવ્યુ કે ઉર્વશી ઠાકરે અને અમિત ઠાકરેના નામથી ચાલી રહેલ એકાઉંટને બ્લોક કરવાની પ્રકિયા શરૂ કરવામાં આવી ચુકી છે. સાઈબર સેલ એ આ અંગેની તપાસ ચાલુ કરી છે.  એકાઉંટ ચલાવનારાઓએ મહત્વપુર્ણ રાજનીતિક હસ્તિયો વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણીયો કરી છે. 
 
મોરેનુ કહેવુ છે કે અમિત અને ઉર્વશીનો કોઈપણ સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર એકાઉંટ નથી.  તેમના નામથી ખોટા એકાઉંટ બનાવાયા છે.  ઉલ્લેખનીય છે કે પોલીસ રાજ ઠાકરેના ફરજી સોશિયલ મીડિયા એકાઉંટ હોવા અંગેની તપાસ પણ કરી રહી છે. 

વેબદુનિયા પર વાંચો