રાજ ઠાકરેની ધરપકડ,જામીન મળી

ભાષા

મંગળવાર, 30 ડિસેમ્બર 2008 (13:43 IST)
જમશેદપુરની એક અદાલતના આદેશ પર મુંબઈ પોલિસે સોમવારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેની ધરપકડ કરી હતી. પરંતુ બાદમા તેમની જામીન મળતા છૂટા કરવામાં આવ્યા હતાં.

રાજ ઠાકરે વિરૂદ્ધ ઉત્તર ભારતીયોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોચાડવા અને હિંસા કરાવવાનો આરોપ હતો. રાજ ઠાકરેના વકિલ શયાજી નાગરેએ જણાવ્યુ કે શિવાજી પાર્ક પોલીસે રાજ ઠાકરેની ધરપકડ કરી હતી. અને તેમને દાદર અદાલતમાં હાજર કરવામાં આવ્યા હતાં જ્યાં તેમને 15 હજાર રૂપિયાની જમાનત પર રિહા કરવામાં આવ્યા હતાં.

દાદર કોર્ટે રાજ ઠાકરેને 10 જાન્યુઆરીએ કોર્ટમાં હાજર થવા આદેશ આપ્યા છે. 16 ડિસેમ્બરે જમશેદપુરની અદાલતે ગેરજમાનતી વોરંટ બાર પાડી મુંબઈ પોલીસને રાજની ધરપકડના આદેશ આપ્યા હતાં.

વેબદુનિયા પર વાંચો