મોંઘવારી મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક

દાળ, ચોખા અને શાકભાજી જેવી જીવન જરૂરિયાત ચીજવસ્તુઓના વધતા ભાવોને કાબુમાં લેવામાં માટે આજે અહીં એક ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી જેમાં હાલની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી અને આના ઉપાયો શોધવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

કેબિનેટ સચિવ કે એમ ચંદ્રશેખરની અધ્યક્ષતામાં થયેલી વિભિન્ન મંત્રાલયોના સચિવોની આ બેઠકમાં ખેંચાયેલ ચોમાસું તથા આ સમયે જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવમાં સતત થઇ રહેલ વધારાના તમામ પાસાઓની વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી.

સત્તાવાર સુત્રોના જણાવ્યા મુજબ અંદાજે એક કલાક ચાલેલી આ બેઠકમાં રાજ્યોમાં અનાજ અને અન્ય આવશ્યક વસ્તુઓની ઉપલબ્ધતાની સમીક્ષા કરવામાં આવી હતી અને સ્થિતિ પર સતત નજર રાખવાનો નિર્ણય લેવાયો હતો.

વેબદુનિયા પર વાંચો