ભૂમિ દેસાઈ સ્યુસાઈડ કેસ : પતિ કૃણાલે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું

ગુરુવાર, 28 જાન્યુઆરી 2016 (15:41 IST)
ભૂમિ અને કૃણાલના લગ્ન બે મહિના અગાઉ જ થયા હતા. 
એફએમ રેડિયો મિર્ચીના જાણીતા આરજે કુણાલ દેસાઈની પત્ની ભૂમિ દેસાઈ આપઘાત પ્રકારનમાં અપેક્ષિત વળાંક આવ્યો છે . કૃણાલ બુધવારે સેટેલાઈટ પોલિસ સ્ટેશનમાં હાજર થતાં પોલીસે તેની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. ભૂમિ દેસાઈ સ્યુસાઈડ કર્યા પછી પોલીસ તેના પતિ કૃણાલ સામે આપઘાત કરવા માટે દુષ્રેરણા આપવાની ફરિયાદ આનંદનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરી હતીૢ કૃણાલના માતા-પિતા સામે પણ દહેજ માંગવા જેવી કલમ હેઠણ ફરિયાદ દાખલ કરી છે. કૃણાલના માતા-પિતાએ કોર્ટમાં આગોતરા જામીન માંગ્યા છે. 
 
ભૂમિના માતા-પિતા પોલીસ સમક્ષ એવી ફરિયાદ કરી જતી કે લગ્ન બાદ કૃણાલ તેમની પુત્રી સાથે મારપીટ કરવ્તો હતો અને 25 લાખ રૂપિયાનું દહેજ માંગયું હતું. તેમની આ ફરિયાદ બાદ પોલીસ કૃણાલની ધરપકડ કરવા માટે કાયદકીય કાર્યવાહી શરૂ  કરી હતી. 
 
પોલીસે કૃણાલનું નિવેદન લઈને તેનો મોબાઈલ જપ્ત કરી તેને ફોરેંસિક ટેસ્ટ માટે મોકલી આપ્યો હતો . પોલીસે ભૂમિનો પણ મોબાઈલ ફેરેંસિકમાં તપાસાર્થે મોકલી આપ્યો હતો . મોબાઈલ રેકાર્ડ પરથી કૃણાલ -ભૂમિ વચ્ચેની વટ્સએપ અપર થયેલો વાતચીત બહાર આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે . આ વાતચીતમાં એવું સામે આવ્યું છે કે ભૂમિએ એક મેસેજમાં કહ્યું હતું કે તુ મારી સાથે આવી રીતે ઝગડા કરતો રહીશ તો હું આત્મહત્યા કરી લઈશ . 
 
ભૂમિ આપઘાત કેસની તપાસ શહેરની એન ડિવિઝનના એસીપી યુઅવરાજસિંહ જાડેજા ચલાવી રહય છે . સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં આવેલી તેમની ઓફિસ કૃણાલે આત્મસમર્પણ કર્યું છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

વેબદુનિયા પર વાંચો