પોલીસપુત્રે ગોળીબાર કર્યોઃ 4 ઘાયલ

ભાષા

શુક્રવાર, 29 ઑગસ્ટ 2008 (19:30 IST)
પૂર્વોત્તર દિલ્લીનાં મીતાનગર વિસ્તારમાં ગુરૂવારે રાત્રે હેડ કોન્સ્ટેબલનાં પુત્રે પાડોશીઓ સાથે થયેલા ઝઘડામાં ગોળીબાર કરતાં, 4 નાગરિકો ઘાયલ થયા છે.

પોલીસ સુત્રોનાં જણાવ્યામુજબ સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ રામબીરનાં પુત્ર અવિનાશે પાડોશીઓ સાથે ઝઘડો થયો હતો. જે દરમિયાન બંદૂક કાઢીને ફાયરીંગ કર્યું હતું. જેમાં ત્રણ રાઉન્ડ ફાયર કર્યું હતું. જેમાં ચાર નાગરિકો ઘાયલ થયા હતાં.

ઘાયલ નિખિલકુમાર, વિજયપાલ ,રમેશ અને સંગીતાને જી.ટી.હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમને પાછળથી રજા આપી દેવામાં આવી હતી. પોલીસનાં જણાવ્યાનુસાર અવિનાશ પોતાના પિતાનાં વિવાહોત્તર સંબંધોથી વ્યથિત હતો. તેથી તેણે ગુસ્સામાં આવીને પગલું ભર્યું છે. પોલીસ ઉપયોગમાં લેવાયેલા બંદૂક કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વેબદુનિયા પર વાંચો