નીતીશનું 'આપ'ને સમર્થન, બોલ્યા મુખ્યમંત્રી તો કેજરીવાલ જ બનવા જોઈએ

સોમવાર, 9 ડિસેમ્બર 2013 (15:51 IST)
P.R
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ફસાયેલા પેચની વચ્ચે નીતીશની પાર્ટી મતલબ જેડીયોએ આમ આદમી પાર્ટીને સમર્થન આપવ આની વાત કરી છે. જેડીયૂ નેતા કેસી ત્યાગીએ કહ્યુ કે અમે આમ આદમી પાર્ટીને સરકાર બનાવવા માટે વગર કોઈ શરતે સમર્થન આપવા તૈયાર છીએ. પણ અમે ઈચ્છીએ છીએ કે મુખ્યમંત્રી તો કેજરીવાલ જ બને. આ દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે આ ચૂંટણીને કોંગ્રેસ વિરુદ્ધ જનાદેશ તરીકે ઓળખાવ્યો છે.

તેમણે નરેન્દ્ર મ્દોઈ ઈમ્પેક્ટ પર કહ્યુ કે જો મોદી લહેર ચૂંટણીમાં હોત તો બીજેપીને બે તૃતીયાંશ બહુમતથી ચૂંટણી જીતતી. તેમણે મોદીની ટિપ્પણી કરતા કહ્યુ કે આ ફક્ત બ્લોઅરની હવા છે, કોઈ લહેર નથી.

દિલ્હીમાં નવી સરકારના ગઠનને લઈને અનિશ્ચિતતા યથાવત છે. કારણ કે આમ આદમી પાર્ટીએ સોમવારે અન્ય પાર્ટીયો સાથે ગઠબંધન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યુ કે તેઓ વિપક્ષમાં બેસશે અને જો જરૂર પડી તો ફરીથી ચૂંટણીમાં જવા તૈયાર છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે દિલ્હી વિધાનસભાની 70 સીટોમાંથી બીજેપીને 32 સીટો પર જીત મળી છે. આમ આદમી પાર્ટીને 28 સીટો પર જીત મળી છે. કોંગ્રેસ બે અંકોની સંખ્યા સુધી પણ પહોંચી નથી શકી અને 8 સીટોમાં જ સમેટાઈ ગઈ. અન્યના ભાગે 2 સીટ આવી છે. મતલબ કોઈ પણ પાર્ટી પાસે બહુમત નથી. દિલ્હીમાં 70 વિધાનસભા સીટો છે અને બહુમતનો આંકડો 36 છે. બીજેપીની પાસે 32 સીટ છે મતલબ 4 સીટની જરૂર છે. જો અન્યના ભાગે આવેલ બે સીટો પણ મેળવી લે તો બીજેપીની પાસે 34 સીટો જ રહેશે. તેથી બીજેપી પણ સરકાર નહી બનાવી શકે.

વેબદુનિયા પર વાંચો